પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીના નિવેદન પર BJP કાર્યકર્તાઓનો હોબાળો

PC: news18.com

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીના તિરંગાવાળા નિવેદન પર હોબાળો મચી ગયો છે. મહબૂબા મુફ્તીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી  (BJP) આક્રમક છે. મહબૂબા મુફ્તીના નિવેદનના વિરોધમાં BJP સોમવારે શ્રીનાગરથી કુપવાડા સુધી તીરંગા યાત્રા કાઢી રહી છે. તો કુપવાડામાં BJP કાર્યકર્તા શ્રીનગરના જાણીતા લાલ ચોક પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયત્ન કર્યો. જોકે આ દરમિયાન BJP કાર્યકર્તાઓને પોલીસે પકડી લીધા અને 4 BJP કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે. છેલ્લા દિવસોમાં મહબૂબા મુફ્તી કહ્યું હતું કે, જ્યાં સુધી કાશ્મીરમાં ફરી કલમ 370 ચાલુ નહીં થાય અને જમૂ-કાશ્મીરનો ધ્વજ ન મળી જાય તે તિરંગો નહીં પકડે.

આ પહેલા રવિવારે BJP વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય ધવજ પર વિવાદિત ટિપ્પણીને લઈને મહબૂબા મુફ્તી વિરુદ્ધ જમ્મુમાં PDP કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. આજે પ્રદર્શનનો બીજો દિવસ હતો. જમ્મુમાં PDPની ઓફિસમાં કેટલાક યુવાનોએ તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન મહબૂબા મુફ્તી વિરુદ્ધ ખૂબ જ નારેબાજી પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે નજર કેદામાંથી નરી છૂટ્યા બાદ મહબૂબા મુફ્તીએ જાહેરાત કરી હતી કે હું જમ્મુ-કાશ્મીર સિવાય કોઈ ધ્વજ નહીં ઉઠાવું.  મહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, જે સમયે આમારો ધ્વજ પાછો આવશે, અમે એ (તિરંગા) ધ્વજને પણ ઉઠાવી લઈશું. પરંતુ જ્યાં સૂધું અમારો પોતાનો ધ્વજ, જેને વિલનોએ કબ્જામાં લઈ લીધો છે, ત્યાં સુધી અમે કોઈ બીજા ધ્વજને હાથમાં નહીં ઉઠાવીએ.

પૂર્વ મુખ્યમંત્રીએ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, એ ધ્વજ અમારી આઇનનો ભાગ છે, અમારો ધ્વજ તો એ છે. એ ધ્વજે અમારો સંબંધ આ ધ્વજ સાથે બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં PDP, નેશનલ કોન્ફરન્સ સહિત કેટલીક પાર્ટીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા કલમ 370 ફરીથી લાગુ કરવાની માંગણી કરી છે. તેના માટે બધી પાર્ટીઓએ એક ગુપકાર સમજૂતી કરી છે. BJPએ મહબૂબાના આ નિવેદનને દેશદ્રોહ કહ્યું છે. BJPએ કહ્યું કે, ધરતીની કોઈ તાકત એ ધ્વજને ફરીથી ફરકાવી શકે નહીં અને કલમ 370ને પાછી લાવી શકશે નહીં. પ્રદેશ BJP અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે, ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાને વિનંતી કરું છું કે તે મહબૂબા મુફ્તીના દેશદ્રોહી નિવેદનને ધ્યાનમાં છે અને તેને જેલના સળિયા પાછળ નાખો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp