મહારાષ્ટ્ર: ઇમામનો આરોપ, જય શ્રી રામ ન બોલ્યો તો, મસ્જિદમાં માર્યો, મારી દાઢી...

PC: deshduniyatoday.com

મહારાષ્ટ્રના જાલનામાં 3 અજ્ઞાત વ્યકિતઓએ એક 26 વર્ષના ઇમામની મસ્જિદમાં ઘુસીને કથિત રીતે મારપીટ કરી અને તેમની દાઢી કાપી નાંખી હતી. આ ઘટના જાલનાના અનવા ગામની છે.અહીં એક મસ્જિદના ઈમામ જાકીર સૈયદ ખાજાએ દાવો કર્યો છે કે તે રવિવાર, 26 માર્ચ સાંજે 7:30 વાગ્યા સુધી જામા મસ્જિદમાં એકલા હતા, ત્યારે નકાબ પહેરીને આવેલા 3 લોકોમસ્જિદમાં ઘૂસીને અને તેમને જય શ્રી રામ બોલવા પર મજબુર કર્યા હતા. જ્યારે તેમણે જયશ્રી રામ બોલવાનો ઇન્કાર કર્યો તો તેમની સાથે મારપીટ કરવામાં આવી.

જાકીર સૈયદ ખાજા FIRમાં આરોપ લગાવ્યો છે કે, 3 લોકો તેમને મસ્જિદના એક ખુણામાં ખેંચીને લઇ ગયા હતા અને મારપીટ કરી હતી. અજ્ઞાત લોકોએ તેમને મુક્કા અને લાતાલાત પણ કરી હતી. ખાજાએ દાવો કર્યો છે કે મને બેહોશ કરી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ્યારે હોશ આવ્યો ત્યારે મહેસુસ થયું કે 3 લોકોએ બેહોશ કરીને મારી દાઢી કાપી નાંખી હતી અને મોઢાની નીચેના ભાગે અને ચહેરા પર ઇજાના નિશાન પણ છે.

જાકીર સૈયદ ખાજાએ કહ્યું કે 3 લોકોએ તેમના ચહેરાને કાળા કપડાંથી ઢાંકેલો હતો, એટલે તેઓ તેમને ઓળખી શક્યા નથી. ખાજા, છેલ્લાં 7 વર્ષથી મસ્જિદમાં સેવા આપે છે. જાલના પોલીસે આ કેસમાં હજુ સુધી કોઇ નિવેદન જાહેર નથી કર્યું, પરંતુ પારઘ પોલીસ સ્ટેશને અજાણ્યા સામે અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે કલમ 295 (ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવું), કલમ 452 (અનુક્રમણ), કલમ 323 (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા બદલ સજા), કલમ 34 (એક જ ઈરાદા સાથે એક કરતા વધુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કામ) જેવી કલમો લગાવી છે.

SP  અક્ષય શિંદેએ PTI સાથેની વાતચીતમાં કહ્યું છે કે, શાંતિ વ્યવસ્થા જાળવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

માનખુર્દના ધારાસભ્ય અને સમાજવાદી નેતા  અબુ આઝમીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને  પત્ર લખ્યો એ પછી રાજકારણ ગરમાયું છે. આઝમીએ ટ્વીટ કરીને લખ્યું કે, હું નાયબ મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે જાલનાના અનવા ગામમાં મસ્જિદમાં ઘુસીને મૌલાનાને મારપીટની ઘટનામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. મીડિયા સાથેની વાતમાં મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યુ કે, આ ઘટના નિંદનીય છે. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કોઇ પણ આ ઘટનાને સહન કરી શકે નહી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવે, ત્યારે એ વાતની પણ તપાસ થવી જોઇએ કે શું સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp