દેશના આ 6 જિલ્લાઓને 5 વર્ષ સુધીમાં સંપૂર્ણપણે ડીઝલ ફ્રી બનાવવાની યોજના

PC: tosshub.com

દેશમાં વાહનોના ધુમાડાને લઇને દિન-પ્રતિદિન પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદુષણને અટકાવવા માટે સરકાર નવા નવા નિયમોને અમલમાં મુકી રહી છે. ત્યારે હવે દેશનું એક રાજ્ય એવું છે કે, જેના 6 જિલ્લાઓને આવનારા 5 વર્ષોમાં ડીઝલ મુક્ત બનાવવા માટે પહેલ કરી છે. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, નાગપુર, ભંડાર, ગોંડિયા, ચંદ્રપુર, ગડચિરોલી અને વર્ધાને ડીઝલ ફ્રી બનાવવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

CIIની નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાઓમાં પાંચ વર્ષ સુધી ડીઝલનું એક પણ ટીપું નહીં મળશે. આ થોડું મુશ્કેલ કામ છે, પણ મેં ટ્રકો અને બસોને CNG કરવા માટે 6 ફેક્ટરીઓની સ્થાપના કરી છે અને હાલ આ જગ્યા પર 50 CNG બસો ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે ભંડોળના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી જોઈએ. બેંકો સિવાય પણ નાણાકીય ધિરાણ માટે વૈકલ્પિક સ્ત્રોતની તપાસ કરવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષના સમયમાં પરિવહન ક્ષેત્રમાં લગભગ 17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, MSME ક્ષેત્રમાં દેશની પ્રગતિ માટે વિકાસ અને ક્ષમતાની મોટી સંભાવનાઓ છે. આ બાબતે તેમણે ખાનગી ક્ષેત્ર પાસેથી સમર્થન પણ માગ્યું છે. તેમણે ખાનગી ઉદ્યોગોને લઇને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર કોઈ પણ ઉદ્યોગને બંધ કરવા માટેની યોજનાઓ નથી બનાવી રહી, પરંતુ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp