મમતા બેનર્જી અમિત શાહને મળ્યા, કરી આ માગ

PC: wimg.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમણે એનઆરસી વિશે ચિંતા વ્યક્ત કરી હતી. બુધવારે મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. આ દરમિયાન મમતાએ પીએમ મોદીને બંગાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ મમતાના વલણને આવકાર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પછી મમતા બેનર્જીએ કહ્યું, હું પહેલી વાર ગૃહમંત્રીને મળી હતી હું વારંવાર દિલ્હી આવતી નથી. ગઈકાલે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યી હતી. આ બેઠક ગૃહમંત્રી સાથે બંધારણીય દુરૂપયોગ સહિત અનેક બાબતો પર ચર્ચા થઇ હતી.

મમતાએ ગૃહ પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન એનઆરસીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, મેં તેમને એક પત્ર આપ્યો છે. મેં એનઆરસીમાંથી બાકાત રાખેલા 19 લાખ લોકો વિશે પણ વાત કરી છે. આ લોકોમાં ઘણા બંગાળી, ગોરખા અને હિન્દીભાષી લોકો પણ શામેલ છે. યોગ્ય નાગરિકોને તક આપવી જોઈએ. હું અહીં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા આવી છું. તેમણે કહ્યું કે લોકો એનઆરસીથી ડરેલા છે અને નાગરિકોને ખલેલ પહોંચાડવી ન જોઈએ.

મમતાએ વધુમાં કહ્યું કે, ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળમાં એનઆરસીના મામલે કંઇ કહ્યું નથી. ગૃહમંત્રીએ મારી બધી વાતો કાળજીપૂર્વક સાંભળી, મને લાગે છે કે તેઓ સકારાત્મક ભૂમિકા ભજવશે. શાહે ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દા પર ધ્યાન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp