આર્યન ખાનના ક્લીનચીટનો સવાલ પૂછાતા સમીન વાનખેડેએ કહ્યું- સોરી સોરી મારે...

PC: khabarchhe.com

શાહરૂખ ખાનના દીકરાને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે. આ મામલે NDPS કોર્ટે આપી દીધી છે. મુંબઈના આ ચર્ચિત કેસમાં તત્કાલીન NCB ચીફ સમીર વાનખેડેનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. આર્યનની ક્લીનચીટ મુદ્દે જ્યારે મીડિયાએ સમીર વાનખેડેને સવાલ કર્યો, ત્યારે સમીર વાનખેડેએ કહ્યું હતું કે, સોરી...સોરી.... મારે કંઈ નથી કહેવું. હું NCB નથી. NCBના અધિકારીઓ સાથે વાત કરો. 

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને ક્લીનચીટ, ચાર્જશીટમાં નામ જ નથી

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ક્રૂઝ ડ્ગ્સ કેસમાં બોલિવુડના કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને મોટી રાહત મળી છે. આર્યન ખાનને કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.

 NCBના પૂર્વ અધિકારી  સમીર વાનખેડેએ ગયા વર્ષે 2 ઑક્ટોબરની રાતે મુંબઈના ગ્રીન ગેટ પર  આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ પર એક ક્રૂઝ જહાજ, કૉર્ડેલિયા પર  દરોડા પાડ્યા હતા. NCBએ ક્રૂઝ પરથી 13 ગ્રામ કોકીન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ મારિજુઆના, 22 ગોળીઓ એમડીએણએ (એક્સ્ટસી) અને 1.33 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ જેલમાં રહેવું પડ્યું હતું.

આર્યનખાન શાહરૂખનનો પુત્ર હોવાને કારણે આ કેસ ખુબ ગાજ્યો હતો, બબાલો પણ થઇ હતી અને આ કેસના નામે રાજકારણ પણ રમાયું હતું. આ કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને ચાર્જશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેનો ડ્રગ્સ કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 લોકો સામે કોઈ પુરાવા મળ્યા નથી. જેમની સામે પુરાવા મળ્યા નથી તેમાં આર્યન ખાન સિવાય સાહુ, આનંદ, સુનીલ સેહ, અરોરાનો સમાવેશ થાય છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બાકીના 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમને ક્લીનચીટ મળી નથી. આ 14 લોકો સામે કેસ ચલાવવામાં આવશે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 28 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને શાહરૂખે પોતાના પુત્રને છોડાવવા માટે આકાશ પાતાળ એક કરી નાંખ્યું હતુ.

સમીર વાનખેડેની ટીમે વૉટ્સએપ ચેટને સૌથી મોટા પુરાવા માનીને દાવો કર્યો હતો કે આરોપી એક મોટા ષડયંત્રનો ભાગ હતો. તેમણેઆરોપ મૂક્યો કે આર્યન ખાન કેટલાક વિદેશી ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતો અને પુરાવા તરીકે ચેટને કૉર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં હાર્ડ ડ્રગ્સ અને બલ્ક ક્વૉન્ટિટી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, NCBના દાવાને ફગાવતા બૉમ્બે હાઇકૉર્ટના ન્યાયમૂર્તિ નિતિન ડબ્લ્યૂ સામ્બ્રેs કહ્યું હતું કે કોઈપણ ષડયંત્રને સાબિત કરવા માટે NCB પાસે પૂરતા પૂવાના નથી. જજે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આર્યન ખાન અને તેનો મિત્ર અરબાઝ મર્ચેન્ટ અને મૉડલ મુનમુન ધામેચા શિપ પર હતા, માત્ર એટલા માટે તેમને ડ્રગ્સ રેકેટનો ભાગ કહી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp