વડાપ્રધાન મોદી પોતાના માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર બતાવેઃ દિગ્વિજયસિંહ

PC: khabarindiatv.com

NRC વિરુદ્ધ કેન્દ્ર સરકાર પર શાબ્દિક વાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે બુધવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર દેખાડશે તો દેશવાસીઓ સરકારને એમના તમામ પોતાના દસ્તાવેજ રજૂ કરી દેશે. દિગ્વિજયસિંહે ઉમેર્યું હતું કે, પહેલા વડાપ્રધાન મોદી એમના માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરે ત્યાર બાદ અમે બધા દસ્તાવેજ રજૂ કરીશું.

72 વર્ષના રાજ્યસભાના સભ્યએ NRC વિરોધી પ્રદર્શનકર્તા પર આવી જાહેરાત પર પ્રતિક્રિયા માંગી હતી. જો દેશમાં NRC પ્રક્રિયા શરૂ થાય તો સંબંધિત સરકારી અધિકારીઓને પોતાના અંગેના કોઈ દસ્તાવેજ નહીં રજૂ કરીએ. આતંકવાદ જેવા ગંભીર આરોપોમાં વિવાદાસ્પદ ઈસ્લામી પ્રચારક ઝાકિર નાઈકના અપ્રમાણિત દાવાને લઈને પણ દિગ્વિજયસિંહે મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. નાઈકે વીડિયોની મદદથી નિવેદન આપ્યું છે કે, સપ્ટેમ્બર 2019માં એમની પાસે મોદી અને અમિત શાહનો એક વ્યક્તિ ગયો હતો. જેણે કહ્યું હતું કે, જો તેઓ જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાના નિર્ણયના ભારત સરકારના નિર્ણયને સમર્થન કરે છે તો સરકાર એમની વિરુદ્ધ લાગેલા દાવાઓ પરત ખેંચી લેશે. તેઓ ભારત પરત ફરી શકે છે.

જે ઝાકિર નાઈકને વડાપ્રધાન મોદી અને અમિત શાહે દેશદ્રોહી ગણાવ્યો હતો તે જ વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપી દે તેમણે આ વાતનું ખંડન કરી પોતાની સ્પષ્ટતા કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહે નાઈકના આ નિવેદનનું આજ દિવસ સુધી કોઈ ખંડન કેમ નથી કર્યું? આ મુદ્દે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જવાબ આપ્યો છે કે, હું મોદી અને શાહની ટીમનો એક માણસ છું. પણ મનને નાઈક સંબંઘિત કોઈ દાવાની જાણકારી નથી. દિગ્વિજયસિંહે જબરદસ્તીથી અફવાહ ફેલાવીને દેશના વાતાવરણને પ્રદુષિત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp