રાહુલનો PM પર વાર, કહ્યું-એ ગુલાબી ચશ્મા ઉતારો, જેમા માત્ર સેન્ટ્રલ વિસ્ટા દેખાય

PC: easmojo.com

દેશમાં કોરોના વાયરસના કેસ જેટ વિમાનની ગતિએ વધી રહ્યા છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટોણો માર્યો છે. એક કવિતાના માધ્યમથી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક વાર કર્યા છે. જેમાં બિહારના બક્સર જિલ્લાની નદીમાંથી મળેલા મૃતદેહ અને હોસ્પિટલમાં વધી રહેલી લાઈન અંગેનો ઉલ્લેખ કર્યો છે. 

તેમણે પોતાના એક ટ્વીટમાં લખ્યું હતું કે, નદીમાં વહેતા અગણિત મૃતદેહ, હોસ્પિટલમાં લાંબી લાઈન, જીવન સુરક્ષાનો હક છીનવી લીધો! PM એ ગુલાબી ચશ્મા ઉતારો, જેમાંથી સેન્ટ્રલ વિસ્ટા સિવાય કંઈ દેખાતું જ નથી. આ પહેલા ગત સોમવારે કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી હતી. આ ઉપરાંત, એમને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટેની અપીલ કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ લગાવેલા આરોપ સામે ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં કોંગ્રેસનું આચરણ દુઃખી કરનારૂ છે. પણ આશ્ચર્ય થયું નથી. કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યો લોકોની મદદ કરવામાં પ્રશંસનીય કામ કરી રહ્યા છે. એમના હાર્ડવર્કને વરિષ્ઠ સભ્યો દ્વારા ફેલાયેલી નકારાત્મકતાથી ગ્રહણ લાગી જાય છે. હાલના સમયે દેશ કોરોનાની મહામારી સામે એક મોટા સાહસથી લડી રહ્યો છે. દરેક લોકો એવું જ ઈચ્છશે કે, કોંગ્રેસના કેટલાક લોકો ખોટું માર્ગદર્શન, ખોટા મુદ્દાઓ તેમજ પોતાના માત્ર રાજકીય વિચારોના આધાર પર વિરોધાભાસ કરવાનું બંધ કરે. વેક્સીનેશન મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની અડધા કરતા વધારે વસ્તી પાસે હાલમાં ઈન્ટરનેટ સુવિધા નથી. એવામાં રસી લેવા માટે ઓફલાઈન સુવિધા પણ મળવી જોઈએ.

એપ નિર્ભર મોદી સરકારના નામે એક સંદેશ. દુર્ભાગ્યવશ કોરોના એ લોકોને પણ થઈ રહ્યો છે, જેમની પાસે ઈન્ટરનેટ સુવિધા નથી. એટલે કે દેશની અડધાથી વધારે વસ્તી. અયોગ્ય સેતુ અને NoWin જેવી એપ્સ નહીં બચાવે પણ વેક્સીનના બે ડોઝ બચાવશે. તા. 1 મેથી વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન મુદ્દે સરકારનો એક એવો તર્ક છે કે, ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે જો મંજૂરી આપવામાં આવે તો ભીડ એકઠી થઈ જશે, સ્થિતિ બગડશે. 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સીનેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. ત્યારબાદ સેન્ટર પસંદ કરીને રસીના ડોઝ લેવાના રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp