શિવસેનાનો વ્યંગ- કોંગ્રેસમુક્ત ભારત નહીં, ઘણા રાજ્યો BJP મુક્ત થઈ ગયા

PC: ivehindustan.com

ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ઝારખંડમાં રઘુબર દાસની આગેવાનીમાં BJPએ હારનો સામનો કરવો પડ્યો. રાજ્યની 81 વિધાનસભા સીટોમાંથી BJP માત્ર 25 સીટો જ મેળવી શકી. હેમંત સોરેનની આગેવાનીવાળી ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને RJDના મહાગઠબંધને BJPને હરાવ્યું, એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી રઘુબર દાસ પોતાની સીટ પણ બચાવી ના શક્યા. ઝારખંડમાં BJPની હાર પર શિવસેનાએ વ્યંગ કર્યો હતો. શિવસેનાએ પોતાના મુખપત્રમાં કહ્યું, ઝારખંડ પણ BJPના હાથમાંથી નીકળી ગયું.

શિવસેનાએ મંગળવારે મુખપત્ર સામનામાં કહ્યું કે, BJPના હાથમાંથી પહેલા મહારાષ્ટ્ર ગયું અને હવે ઝારખંડ પણ નીકળી ગયું. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળને પ્રચારના કામમાં લગાવ્યા હોવા છતા ઝારખંડમાં જીતી ના શક્યું. ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન હવે મુખ્યમંત્રી બનશે. શિવસેનાએ કહ્યું કે, ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને બહુમત મળશે, એ સ્પષ્ટ થઈ ચુક્યું છે. આ ગઠબંધનમાં સૌથી વધુ સીટો ઝારખંડ મુક્તિ મોરચાને મળી છે. સાથે જ કોંગ્રેસ પણ 2 આંકડાના નંબર સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસ-RJDના સમર્થનથી ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર બનશે. આ BJP માટે ઝટકો છે.

શિવસેનાએ સામનામાં કહ્યું કે, BJPના નેતા કોંગ્રેસમુક્ત હિંદુસ્તાનની જાહેરાત કરી રહ્યા હતા, પરંતુ હવે ઘણા રાજ્યો ભાજપમુક્ત થઈ ગયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો BJP પહેલા જ ગૂમાવી ચુક્યું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદ કોંગ્રેસ પાર્ટીની  શિવસેનાના નેતૃત્વમાં સરકાર બની. 2018માં BJP 75 ટકા પ્રદેશોમાં સત્તાધીન હતું. પરંતુ હવે માત્ર 30-35 ટકા પ્રદેશોમાં જ BJPની સત્તા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp