રાઉતે કહ્યું- 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના રીલિઝ બાદ કાશ્મીરમાં થઈ સૌથી વધુ હત્યા

PC: indianexpress.com

ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લાપિડની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણીથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે તેને દૂષ્પ્રચાર કરનારી ફિલ્મ કહી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર નાદવ લાપિડની આ કમેન્ટને યોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે, આ એક પાર્ટી તરફથી બીજી પાર્ટી વિરુદ્ધ પ્રોપગેન્ડા હતું. એક પાર્ટી અને સરકાર પબ્લિસિટીમાં બીઝી રહી, પરંતુ આ ફિલ્મના રીલિઝ થયા બાદ કાશ્મીરમાં સૌથી વધુ સંખ્યામાં હત્યાઓ થઈ. કાશ્મીરી પંડિત અને સુરક્ષાકર્મી માર્યા ગયા.

ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના નેતા સંજય રાઉતે સવાલ કર્યો કે, ‘કાશ્મીર ફાઇલ્સ’ના આ લોકો એ સમયે ક્યાં હતા? કાશ્મીરી પંડિતોના બાળકો પણ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે તેઓ ક્યાં હતા? એ સમયે તો કોઈ આગળ ન આવ્યું. 'કાશ્મીર ફાઇલ્સ 2.0' માટે તો કોઈ પ્લાન નહોતો, તેને પણ બતાવો.’ 53માં ભારત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ના જૂરી પ્રમુખ અને ઇઝરાયલી ફિલ્મકાર નાદવ લાપિડે ગોવામાં સોમવારે આ ટિપ્પણી કરી હતી. તેમણે હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દૂષ્પ્રચાર કરનારી અને અભદ્ર ફિલ્મ બતાવી દીધી.

ગોવામાં આયોજિત 53માં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાના અંતિમ દિવસે 'કાશ્મીર ફાઇલ્સ'ની ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન ઇઝરાયલી ફિલ્મ મેકર નાદવ લાપિડે કહ્યું આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે. ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ જોઈને પણ હેરાની વ્યક્ત કરી. તેમણે ફિલ્મની ટીકા કરતા અહીં સુધી કહી દીધું કે, આ ફિલ્મ ફેસ્ટિવલની પ્રતિયોગિતામાં સામેલ કરવા લાયક પણ નહોતી. તેમણે કહ્યું કે, આ ફિલ્મ માત્ર પ્રચાર માટે હતી. આ ફિલ્મ જોઈને અમે બધા હેરાન પરેશાન હતા. આ એક અભદ્ર ફિલ્મ છે. આ ફિલ્મ એક પ્રતિષ્ઠિત સમારોહન એક કોમ્પેટેટિવ સેક્શન માટે યોગ્ય નથી.

આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી છે. તેના નિર્માતા Zee સ્ટુડિયોઝ છે. ફિલ્મ પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ તરફથી કાશ્મીરીઓની હત્યા બાદ સમુદાયના કાશ્મીરમાંથી પલાયન પર આધારિત છે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, હકીકત સૌથી ખતરનાક વસ્તુ છે કેમ કે આ લોકોને જુઠા બનાવી શકે છે. અગ્નિહોત્રીની આ પ્રતિક્રિયા અગાઉ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કામ કરનારા એક્ટર અનુપમ ખેરે મંગળવારે કહ્યું કે, સત્ય હંમેશાં અસત્ય પર વિજય પ્રાપ્ત કરશે. નોંધનીય છે કે, ‘કાશ્મીર ફાઇલ્સ સિનેમાઘરોમાં 11 માર્ચના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ IFFIના ઇન્ડિયન પનોરમા સેક્શનનો હિસ્સો હતી અને તેનું 22 નવેમ્બરના રોજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp