સંજય રાઉતે પાછું લીધું ઈન્દિરા અને કરીમ લાલાના કનેક્શનવાળું નિવેદન

PC: cloudfront.net

શિવસેના નેતા સંજય રાઉતે ઈન્દિરા ગાંધી અને કરીમ લાલાના કનેક્શનવાળું નિવેદન પાછું લઈ લીધું છે. તેમના આ નિવેદન પર ખૂબ જ વિવાદ થઈ ગયો છે. રાઉતે કહ્યું કે, જો તેમના નિવેદનથી કોંગ્રેસના કોઈપણ નેતા અથવા ગાંધી પરિવારને દુઃખ પહોંચ્યું છે, તો તે પોતાનું નિવેદન પાછું લઈ લે છે. તેમણે કહ્યું, અમારા કોંગ્રેસના મિત્રોએ દુઃખી થવાન જરૂર નથી. જો કોઈને લાગતું હોય કે મારા નિવેદનથી ઈન્દિરા ગાંધીની છબીને ધક્કો પહોંચ્યો છે, અથવા કોઈકની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તો હું મારું નિવેદન પાછું લઉં છું.

સંજય રાઉતે કહ્યું કે, તે ઈન્દિરા ગાંધીનું સન્માન કરે છે. તેમણે કહ્યું, જવાહર લાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનું હંમેશાં સન્માન રહ્યું છે. સંજય રાઉતે સફાઈ રજૂ કરતા કહ્યું, મેં હંમેશાં ઈન્દિરા ગાંધી, પંડિત નેહરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રત્યે જ સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતા કોઈએ નથી કર્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાનો સાધ્યો છે, હું તેમની વિરુદ્ધ ઊભો રહ્યો છું.

સંજય રાઉતે બુધવારે દાવો કર્યો હતો કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી મુંબઈમાં જુના ડોન કરીમ લાલાને મળવા આવતા હતા. સંજય રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતા કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને આસપાસના ક્ષેત્રો પર નિયંત્રણ રાખતા હતા. રાઉતના આ નિવેદન પર કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું, ઈન્દિરા ગાંધી એક દેશભક્ત હતા. સંજય રાઉત પોતાનું નિવેદન પાછું લે. ત્યારબાદ સંજય રાઉતે સ્પષ્ટતા રજૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp