શંકરસિહનું ટ્વીટ, અમુક લોકો સ્વાર્થ માટે ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે

PC: news18.com

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેથી હવે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઇને રામ મંદિર માટે જે લોકોએ સંઘર્ષ કર્યો હતો, તે લોકોએ સોમનાથ-અયોધ્યા રથયાત્રાને લઈને રામ મંદિર સાથે જોડાયેલી કેટલીક યાદો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ છેલ્લા બે દિવસમાં રામ મંદિર સાથે જોડાયેલા ત્રણ ટ્વિટ કર્યા છે. આ ત્રણ ટ્વીટમાં શંકરસિંહ વાઘેલાએ રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ બાદ ટ્વીટ કર્યુ હતું. આ ટ્વિટમાં તેમણેને બે ફોટા પણ શેર કર્યા હતા. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે, અમુક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ બે ફોટા ટ્વિટ કર્યા છે તેમાં શંકરસિંહ વાઘેલા પહેલા ફોટામાં 1992માં મુરલી મનોહર જોષીની આગેવાનીમાં તેઓ લાલચોકમાં નજરે પડી રહ્યા છે. આ ફોટામાં તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેખાઇ રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ બીજો ફોટો ટ્વિટ કર્યો છે. તેમાં લાલકૃષ્ણ અડવાણી સાથે તેઓ રથ પર નજરે ચઢી રહ્યા છે. બીજા ફોટામાં લખ્યું છે કે, 1990માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથથી અયોઘ્યા જવા માટે રથયાત્રા નીકળી હતી ત્યારે તેમણે ગુજરાત ભાજપ અધ્યક્ષની જવાબદારી નિભાવી હતી.

શંકરસિંહ વાઘેલા પહેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે, સોમનાથ-અયોધ્યા રામ મંદિર રથયાત્રા સંસ્મરણ, પ્રભુ શ્રી રામના આશીર્વાદ હંમેશા દેશના લોકો પર રહે તેવી પ્રાર્થના અને સાચા અર્થમાં દેશમાં રામ રાજ્ય સ્થાપિત થાય તેવી કામના જય શ્રી રામ.

તેમને બીજી ટ્વિટમાં લખ્યું હતું કે, રથયાત્રા આયોજન સમયે જ્યારે મેં અટલજી સાથે વાત કરી હતી, ત્યારે તેમને મને આ મુદ્દા રાજકારણ ન થાય તે માટે ચેતવ્યો હતો પરંતુ આજ દિવસ સુધી આ મુદ્દા પર ભાજપે વોટની ખેતી કરી શ્રદ્ધાના વિષયને રાજનીતિનો મુદ્દો બનાવી ઘોર પાપ કર્યું છે.

તેમને ત્રીજી ટ્વિટમાં લખ્યું હતું કે, ઇતિહાસ તેમનું યોગદાન આપવા વાળા લોકોનો ઉદ્દેશ મહત્વપૂર્ણ હતો ના કે, પોતાનું માર્કેટિંગ એટલા માટે વધારે અવાજ કરી ઇતિહાસ કહેવામાં આવ્યો નહીં. પરંતુ આજે જ્યારે કેટલાક લોકો તેમના સ્વાર્થ માટે ઇતિહાસની સાથે છેડછાડ કરી રહ્યા છે ત્યારે ઇતિહાસ યાદ અપાવવો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp