આ નેતા બન્યા ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ

PC: news18.com

અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ હતા એટલે એવો અંદાજ લગાવાઇ રહ્યો હતો કે તેઓ હજુ સતત રહેશે પરંતુ ભાજપે અંતે નવા કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરી છે અને અપેક્ષા મુજબ જેમનું નામ ચાલતું હતું તેમને જ જાહેર કરાયા છે. જોકે, જેમનું નામ જાહેર કરાયું છે તે કાર્યકારી અધ્યક્ષ છે. આગામી 6 મહિના સુધી અમિત શાહ જ અધ્યક્ષ રહેશે.


ભારતીય જનતા પાર્ટીએ સોમવારે સાંજે નવા કાર્યકારી અધ્યક્ષનું નામ જાહેર કરી દીધું હતું. નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે જગતપ્રકાશ નઢ્ઢા - જે.પી.નઢ્ઢા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત ટર્મમાં હેલ્થ મિનિસ્ટર હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી નરેન્દ્ર મોદી બન્નેની નજીક ગણાય છે. હિમાચલ પ્રદેશમાંથી તેઓ રાજ્યસભાના સભ્ય છે. તેઓ 58 વર્ષના છે. તેમના પત્ની ડોક્ટર છે. તેમને બે સંતાન છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp