સુમુલના 4 હજાર કરોડના વહીવટ માટે શુક્રવારે મતદાન, ભાજપી જૂથો આમને-સામને

PC: timesofindia.indiatimes.com

કરોડો રૂપિયાનો વહીવટ કરતી સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટે, શુક્રવારે ચુંટણી થવાનીછે. કુલ 14 બેઠકો માટે 13 મતદાન મથક પર સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે, સાંજે 4 વાગે મતાદન પુરુ થશે.પરિણામ 9 ઓગસ્ટને રવિવારે જાહેર થવાનું છે.9 ઓગસ્ટે ખબર પડશે કે મતદારોએ કોને સુમુલ ડેરીનું સુકાન સંભાળવા માટે સંમતિ આપી છે.

એક સામાન્ય ડેરીની ચુંટણીમાં પણ લોકશાહીની ચુંટણી પ્રક્રિયાના ધજાગરા ઉડી રહ્યા છે. ઉમેદવારો શામ- દામ દંડનો ઉપયોગ કરીને ચુંટણી જીતવાના તમામ પ્રયાસ હાથ ધરી રહ્યા છે.કેટલીક જગ્યાએ મતદારોને છેલ્લાં દશેક દિવસથી હાઇજેક પણ કરી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.સુરત સિટી પ્રાંતના ચુંટણી અધિકારીઓ 13 મતદાન મથક પર ચુંટણી પ્રક્રિયા હાથ ધરશે.

વર્ષે દિવસે રૂપિયા 4 હજાર કરોડનું ટર્નઓવર કરતી સુમુલ ડેરીમાં આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવી ગયા છે.સુમુલ ડેરીના ચેરમેન રાજેશ પાઠક અને એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ સત્તાધારી પેનલ બનાવીને ચુંટણી લડી રહ્યા છે, તો સામે સહકારી આગેવાન માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશ પટેલ, તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જયેશ પટેલ (દેલાડ) સહકારી પેનલ બનાવીને ચુંટણી લડી રહયા છે.

સહકાર પેનલને ભાજપના મંત્રી અને આદિવાસી નેતા ગણપત વસાવાનો સપોર્ટ છે.તાજેતરમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ બનેલા સી.આર. પાટીલ પણ સુમુલ ડેરીની ચુંટણીમાં ખાસ રસ લઇ રહ્યા છે. તેમણે સુમુલ ડેરીની 16 બેઠકોમાંથી 5 બેઠકો પર સમાધાન કરાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે. બે બેઠકો પહેલાથી બિન હરિફ જાહેર કરી દેવામાં આવી છે. ચુંટણી 14 બેઠકો પર થશે, પરંતુ રસાકસીનો જંગ 9 બેઠકો માટે હશે.

જાણવા મળેલી માહિતી મુજબ સુમુલ ડેરીની ચુંટણીમાં 835 મતદારો મતદાન કરશે, પરંતુ બનેં મતદાન પોતાના પક્ષમાં કરાવવા માટે કેટલાક ઉમેદવારોએ મતદારોને પોતાના કબ્જામાં કરી લીધા છે.સુરતમાં આવેલી સુમુલ ડેરીમાં શુક્રવારે  સવારથી ઓલપાડ અને ચોર્યાસી બેઠક માટેનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે. એ સિવાય બાકીના 12 તાલુકાઓમાં પણ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp