સુરતની આ આલીશાન સેંકડો વર્ષ જૂની બિલ્ડીંગો હડપવાની SMCની તૈયારી

PC: dainikbhaskar.com

શહેરના ઇતિહાસને બચાવવાનાં નામે સુરત મહાનગરપાલિકાએ મધ્ય અને રાંદેર ઝોનમાં લગભગ 2965 મકાનો કબજે કરવાની તૈયારી કરી લીધી છે. આ મકાનોને હેરિટેડ જાહેર કરવા માટેના નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે. આ નિયમો આ અઠવાડિયે સંશોધન માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. એકવાર આ મકાનોને હેરિટેજ જાહેર કર્યા પછી ઘરનો માલિક પોતાની જાતે એક ઈંટ પણ મૂકી શકશે નહીં.

કોઈપણ પ્રકારના ફેરફાર કરવા માટે મનપા પાસેથી પરવાનગી લેવી પડશે. મનપા જ્યારે પણ ઈચ્છે ત્યારે આ ઘરોને પોતાના કબજામાં લઈ લેશે. જો ઘર જર્જરિત થઈ જાય, તો સમારકામ ફક્ત મનપાની કોર કમિટીની પરવાનગીથી જ શક્ય બનશે. આમાં ફક્ત આંતરિક ફેરફારો કરી શકાય છે. જો માલિક સમારકામ કરવામાં સમર્થ નથી તો ઘર કોઈ બીજાને આપી શકશે. મનપા તેનું નવીનીકરણ પણ કરી શકશે.

મનપાએ આ સેંકડો વર્ષો જુના 2965 મકાનો માટે અલગ નિયમો બનાવ્યા છે. મનપા છેલ્લા 10 વર્ષથી આ કામમાં રોકાયેલી છે. આ નિયમમાં સુધારા માટે આ અઠવાડિયે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. બાદમાં તેને નવા જીડીસીઆર (ગુજરાત વિકાસ નિયંત્રણ નિયમન) માં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વર્ષ 2008-09 માં, શહેરના મધ્ય અને રાંદેર ઝોનમાં સ્થિત જૂની ઇમારતોના સર્વેક્ષણની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 5000 થી વધુ મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. 2017 સુધીમાં, 2965 ઇમારતો હેરિટેજ તરીકે પસંદ કરવામાં આવી છે. તેમાંથી લગભગ 2398 બિલ્ડિંગ્સ સેન્ટ્રલ ઝોનમાં છે, જ્યારે બાકીની રાંદેર ઝોનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp