અમદાવાદમાં લુલુ મોલ સાથે 519 કરોડની ડીલ, પરંતુ જમીન ફાળવવામાં મુશ્કેલી
વાઇબ્રન્ટ ગુજરાતમાં એક વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું કે, અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનવાનો છે. તાજેતરમાં જૂન મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રા.લિ. સાથે 519 કરોડમાં જમીનની ડીલ થઇ હતી.
AMCની સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી કે ચાંદખેડા વિસ્તારમાં 66,168 સ્કેવર મીટરનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સને સ્કેવર મીટર 78,500 રૂપિયાના ભાવે ફાળવવામાં આવે. જે પેટે 519 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી. પરંતુ સમસ્યા એ ઉભી થઇ છે કે, લુલુને આપવાની જમીનમાંથી 10.672 સ્કેવર મીટર જમીનનો વિસ્તાર ખેતીને આધીન છે. આને કારણે મુશ્કેલી ઉભી થઇ છે.
લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સમાં જાણીતી કંપની છે અને કેરળ સહિત દેશ અને દુનિયામાં તેના શોપિંગ મોલ્સ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp