10 વર્ષ બાદ રાજ્ય સરકાર જંત્રીના દરમાં વધારો કરે તેવી શક્યતા, ઘરના ભાવ વધશે

PC: ecmag.com

રાજ્યમાં સરકાર દ્વારા જંત્રી દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 વર્ષ પછી રાજ્ય સરકાર આ નિર્ણય લઇ રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ તરત જ આ બાબતે કામગીરી શરૂ કરવામાં આવશે અને જંત્રીના દરમાં વધારો થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવ વધારો થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભાના સત્ર પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટીના જંત્રીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી જંત્રીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો ન હતો. જંત્રીના ભાવ કરતા બજાર ભાવ ખૂબ જ ઊંચો હોવાના કારણે રાજ્ય સરકારને અનેક મુશ્કેલીઓ પડી રહી હતી અને જ્યારે જમીન સંપાદન કરવાનું થાય ત્યારે ખૂબ જ મોટો અવરોધ ઊભો થતો હતો કારણ કે, જંત્રી ભાવ કરતાં બજાર ભાવ વધારે હોય એટલા માટે સરકાર દ્વારા જંત્રી દર વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ અગત્યનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. સરકાર પાસે કોર્ટ દ્વારા પણ આ બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો અને સરકારને જવાબ આપવો પડયો હતો.

હાલ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાનું ફાઇનલ કરી દેવામાં આવ્યું છે અને આવતા મહિનાથી આ બાબતેની તમામ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે, જંત્રી વધારવાના સરકારના નિર્ણયને મોકૂફ રાખવા કે મામૂલી વધારવા માટે રિયલ એસ્ટેટ દ્વારા દબાણ કરવામાં આવે તેવી શક્યતા છે પરંતુ રાજ્ય સરકાર આ વખતે બિલ્ડરોની વાત માનવા કે જુકવાના મૂળમાં નથી અને સરકાર 100 ટકા જંત્રીમાં વધારો કરી શકે છે એટલે કે રાજ્ય સરકાર જંત્રી દર ડબલ કરી શકે છે. વિધાનસભાના સત્ર પછી સરકારની પ્રાયોરિટીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સરકારે દોઢ વર્ષ અગાઉ આ બાબતે સર્વે પણ કરવામાં આવ્યો હતો અને તેમાં નાના મોટા ફેરફાર સાથે નવા જંત્રી દર લાગુ પાડવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

મહત્ત્વની વાત છે કે, ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958ની જોગવાઈ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી અને વસૂલાત કરવામાં આવે છે અને કૃષિ જમીનોની ટ્રાન્સફર અને સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી અને વસૂલાત થાય છે. ગુજરાતમાં જમીનના કુલ 9 ટકા જંત્રી મૂલ્યને ડ્યૂટી તરીકે ગણવામાં આવે છે અને જમીનના સ્થાનાંતરણ સામે તે વસૂલવામાં આવે છે. શહેરી વિસ્તારમાં કોઇ પણ જગ્યા બીનખેતી ઉપયોગ માટે લેવાની હોય તો તેને સ્થાનાંતરિત કરવા માટે જમીનના જંત્રી મૂલ્યના 40 ટકાના દરે ગણવામાં આવે છે અને કૃષિ ઉપયોગની જમીનનાં સ્થાનાંતરણ માટે શહેરી વિસ્તારોમાં 25 ટકા ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp