બાંધકામ સ્થળો પર શ્રમિકોની સલામતી બાબતે સતત ચકાસણી કરાય છેઃ મંત્રી બ્રિજેશ મેરજા

PC: khabarchhe.com

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું કે બાંધકામ સ્થળો પર કોઈપણ શ્રમયોગીઓનું અકસ્માતે મૃત્યુ ન થાય તે માટે નિરીક્ષકો દ્વારા સાઇટ વિઝિટ કરી સલામતી ચકાસવામાં આવે છે તેમજ શ્રમયોગીના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક ધોરણે તેના પરિવારને એક્સ ગ્રેશિયા ધોરણે સહાય ચૂકવવામાં આવે છે.

મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બાંધકામ સાઇટ પર થતા પ્રાણઘાતક અકસ્માત સંદર્ભે તેમણે જણાવ્યું કે પ્રાણઘાતક અકસ્માતોના કિસ્સામાં ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસનિયમ 2003 હેઠળ અમદાવાદ શહેરમાં સંસ્થા તથા સંસ્થાના માલિક સામે 224 કેસ તેમજ મહેસાણા જિલ્લામાં 16 કેસ કરવામાં આવ્યા છે.

તેમણે શ્રમયોગીઓને સહાય ચૂકવણી સંદર્ભે જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં 19.82 લાખ તેમજ અમદાવાદ શહેરમાં 2 કરોડ 85 લાખ જેટલી સહાય નિયમોનુસાર ચૂકવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp