નવા ફ્લેટ ખરીદનારાઓની લોકડાઉનથી પસંદગી બદલાઈ, શહેરથી દૂરની માગ

PC: dainikbhaskar.com

કોરોના વાયરસને કારણે આમ તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક સેક્ટરને માઠી અસર થઈ છે. અનલોક થતા અનેક પાસાઓમાં મોટું પરિવર્તન આવ્યું છે. પણ રીયલ એસ્ટેટમાં આવેલા પરિવર્તનની અનોખી રીતે નોંધ લેવામાં આવી છે. આ પરિવર્તનને કારણે બિલ્ડરોને પોતાના પહેલાથી બનેલા પ્લાનમાં જે તે ડિમાન્ડ અનુસાર ફેરફાર કરવા પડ્યા છે. લોકડાઉનને કારણે લોકોની માગ પણ બદલી છે. ખાસ તો એવા ઘરની માગ કરવામાં આવે છે જે વધું ખૂલ્લા, હવા-ઉજાશવાળા અને સોસાયટીનો ગ્રીન એરિયા વધારે હોય એવા મકાનની માગ વધી છે.

જે અનુસાર આર્કિટેક્ટ તથા બિલ્ડર આ પ્રમાણે પોતાના પ્લાન તથા બાંધકામને ધીમે ધીમે બદલી રહ્યા છે. પણ મુશ્કેલી એ પણ છે કે, અગાઉથી તૈયાર થયેલા ફ્લેટને વેચવા કઠિન થયું છે. ઘણી એવી રિયલ એસ્ટેટ કંપનીઓએ સરકારને આ અંગે પત્ર લખી હાઉસિંગના નિયમોમાં પણ પરિવર્તન કરવા માટે માગ કરી છે. આ ઉપરાંત નવા તૈયાર થતા ઘરનો આકાર 80 મીટરથી વધારી 90 મીટર કરવા મંજૂરી માગવામાં આવી છે. સૌથી વધારે માગ રૂમ સાથે જોડાયેલી બાલ્કનીની, મોટી બારી, નાના રસોડા અને મેઈન હોલમાં મોટી જગ્યાની છે. આ ઉપરાંત મોટી સોસાયટીમાં સર્વિસ રૂમ, ડિટેચેબલ કબાટ, ઓછા પાર્ટિશન અને ઓછા ફર્નિચરની માગ વધી છે. આ ઉપરાંત પ્રોપર્ટી શહેરની બહારના 10થી 15 કિમીના વિસ્તારમાં હોવી લોકોની સૌથી મોટી માગ છે.

કોરોના વાયરસ બાદ લોકોની આરોગ્ય પ્રત્યેની કાળજી વધી છે. હાઈજીન અને વેન્ટિલેશન અંગે જાગૃતિ આવી હોય એવું જોવા મળી રહ્યું છે. અમદાવાદની બિલ્ડર લોબી કહે છે કે, આ માટે અમે કામ કરી રહ્યા છીએ. જે શક્ય પણ છે. અમેરિકા અને યુરોપના નાના ઘરમાં પણ વધુ લક્ઝરી અને વેન્ટિલેશન સિસ્ટમ હોય છે. હવે એ જ અભિગમ પર અહી મકાન તૈયાર થઈ રહ્યા છે. આ પ્રકારના મકાનની માગ વધારે છે. હવે અમારે એ દિશામાં કામ કરવું પડશે. અગાઉ પણ ઓછી જગ્યામાં વધારે રૂમ આપવામાં આવતા. બાલ્કની, બેડરૂમ સાથે જોડાયેલી અને દરેક રૂમમાં એક બારીનો ટ્રેન્ડ હતો. પણ હવે લોકોએ લોકડાઉનમાં કરેલા અનુભવ પ્રમાણે માગમાં પરિવર્તન આવ્યું છે. લાંબા સમય સુધી ઘરમાં રહી શકાય એ પ્રકારના ઘરની લોકો માગ કરી રહ્યા છે. આ વાયરસની બીમારી બાદ લોકોની વિચારસરણીમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. હવે લોકો ખૂલ્લા મકાન તરફ નજર દોડાવી રહ્યા છે. અગાઉ શહેરની વચ્ચે ઘર વસાવવા માગતા હવે શહેરથી દૂર ખૂલ્લા પ્લોટમાં મકાનની માગ વધી છે.

આ માગ સૌથી વધારે
- હોલને અડીને એક્સ્ટ્રા રૂમ જેથી મહેમાન ત્યાં રોકાઈ શકે
- રૂમ ભલે નાના હોય પણ દરેક રૂમમાં બાલ્કની
- મોટી બારી જેથી તડકો રૂમમાં આવી શકે
- ફિક્સના બદલે ડિટેચેબલ ફર્નિચર, જેથી ફેરફાર કરી શકાય
- બે ઘરના રૂમ વચ્ચે એક દિવાલ ન હોવી જોઈએ
- સોસાયટીમાં સર્વિસ રૂમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp