ટ્વીન ટાવર તૂટ્યા બાદ જમીનને લઇને વિવાદ, 8 હજાર વર્ગ મીટરની જગ્યાનું માલિક કોણ?

PC: thequint.com

નિયમો વિરૂદ્ધ નોઇડાના ટ્વીન ટાવરને તોડી પાડ્યા બાદ હવે તેની જમીનને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે, જેના પર આ ઇમારત ઉભી હતી. આ બન્ને ટાવર નોઇડાના સેક્ટર 93A ટાવર એમરાલ્ડ કોર્ટ સોસાયટીમાં હતા. ટ્વીન ટાવર્સ પ્રોજેક્ટની જમીનને રીયલ એસ્ટેટ ફર્મ સુપરટેકે નોઇડા ઓથોરિટી સાથે વર્ષ 2004 અને 2006માં લીધી હતી. હવે ટ્વીન ટાવર્રસને તોડી પાડવામાં આવ્યા છે અને કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. તો દરેકની નજર તેની 8 હજાર વર્ગ મીટરની જમીન પર છે અને તેનો માલીકી હક્ક કોની પાસે હશે.

સુપરટેકના ચેરમેન અને એમડી આરકે અરોડાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, આ જમીન પર નોઇડા ઓથોરિટીની મંજૂરી બાદ તેના પર એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તે સિવાય એમરાલ્ડ કોર્ટ રેઝિડન્સ વેલફેર એસોસિએશનની પણ સંમતિ લેવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, જમીન સુપરટેકની છે અને જે પણ પ્રોબ્લેમ હતાં, જમીનના માલીકી હકને લઇને નહીં. પ્રવક્તા અનુસાર, નોઇડા ઓથોરિટીને જમીન માટે 25 કરોડ રૂપિયા આપ્યા હતા અને પ્રોજેક્ટ માટે પણ 25 કરોડ.

બીજી બાજુ એમરાલ્ડ કોર્ટના પ્રમુખ તિયોતિયાનું કહેવું છે કે, આ જમીન એમરાલ્ડ કોર્ટની સોસાયટીની છે અને સુપરટેકને હવે તેના પર કોઇ પણ નિર્માણ માટે સંમતી નહીં આપવામાં આવશે. તિયોતિયા અનુસાર, ત્યાં એક બગીચો છે અને ત્યાં એક મંદિર બનાવવા પર વિચાર થઇ રહ્યો છે પણ તે વિશે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. તિયોતિયા અનુસાર, રેઝિડન્ટ્સ અને RWAની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

એમરાલ્ડ કોર્ટ RWA સેક્રેટરીના પૂર્વ સચિવ અજય ગોયલનું કહેવું છે કે, સુપરટેક આ જમીન પર પોતાનો દાવો કરી રહ્યું છે. સૌથી પહેલા તેના માલીકી હક્કને સ્પષ્ટ કરવામાં આવશે. ગોયલે કહ્યું કે, નોઇડા ઓથોરિટી, અંતિમ રિઝોલ્યુશન અને જરૂર પડતા સુપ્રીમ કોર્ટને જમીનના માલીકી હકને લઇને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. જમીન ગ્રીન એરિયાનો હિસ્સો છે ને સોસાયટી સાથે સંબંધિત છે.

ગોયલે જમીન સુપરટેકના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, ટાવર્સ તોડી પાડવા પહેલા જ્યારે સોસાયટીમાં કોઇ રિપેરિંગની વાત આવતી હતી તો સુપરટેક પોતાની જવાબદારીથી હટી જતું હતું અને એ લોકો કહેતા હતા કે, સોસાયટીને હવે RWAના હવાલે કરી દીધી છે અને હવે રિપેરિંગની જવાબદારી RWAની રહેશે. એવામાં ગોયલે સવાલ ઉઠાવ્યો કે, આ જમીન સુપરટેકની કઇ રીતે કહેવાય?

ગ્રીન એરિયા કે ખુલ્લા વિસ્તાર સાથે જોડાયેલા નિયમની વ્યાખ્યા કરતા નોઇડા ઓથોરિટીના એક અધિકારીએ કહ્યું કે, જો કોઇ ડેવલપર 1 હજાર વર્ગ મીટરની જમીન પર કોઇ નિર્માણ કરે છે તો ત્યાં ઓછામાં ઓછા 300 વર્ગમીટર ગ્રીન એરિયા કે ખુલ્લા ક્ષેત્રના રૂપમાં છોડવું પડે છે. અધિકારીએ કહ્યું કે, દરેક પક્ષોની સંમતિ બાદ અહીં મંદિર કે આવાસીય નિર્માણને મંજૂરી આપી શકાશે. જોકે, અધિકારીએ જમીનનો માલીકી હક્ને લઇને કોઇ ટિપ્પણી નથી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp