રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાની મોદી સરકારની તૈયારી

PC: livemint.com

કેન્દ્ર સરકાર રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.  રિયલ એસ્ટેટ ડેવલપર્સ લાંબા સમયથી રેન્ટલ હાઉસિંગમાં ટેક્સ ડિસ્કાઉન્ટની માગ કરી રહ્યાં  છે. આ કિસ્સામાં નાણા મંત્રાલયે બિલ્ડર્સ થી બિઝનેસ મોડલ નોટ દાખલ કરવા આદેશ આપ્યો છે.

વાસ્તવમાં હાલના સમયમાં રિયલ એસ્ટેટ ડેવલોપર્સે નવી બનાવેલા ઘર અથવા ફ્લેટ પર રેન્ટલ ટેક્સ આપવાનો હોય છે એટલે કે બિલ્ડર 100 ઘર બનાવે અને તે ન વેચાય તો પણ તેમને આ મકાનની નામો પર સરકારને રેન્ટલ ટેક્સ આપવાનો રહે છે. સરકાર માને છે કે આ મકાનો બિલ્ડરો ભાડે આપીને કમાણી કરે છેઅને તે વિસ્તારમાં પ્રચલિત ભાડું ટેક્સનું આધાર બને છે.

જો કે હવે આ રેન્ટલ ટેક્સમાં સરકાર તરફ 10 વર્ષનો છૂટ મળી શકે છે. જો કે આ ફોર્મ્યુલાથી પ્રોફિટ વાળી પ્રોપર્ટી અલગ રાખવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી ચાલી રહી છે. તેના કારણે ફ્લેટનું વેચાણ ઓછું થાય છે અને ઉપરથી ડેવલપર્સને આના પર ટેક્સ આપવો પડે છે, જે એક રિયલ એસ્ટેટ માટે મોટી સમસ્યા બની છે.

રીઅલ એસ્ટેટ ડેવલપર્સે તાજેતરમાં નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને પોતાની સમસ્યાની જાણ કરી છે. મંત્રાલયે તેમને રેન્ટલ હાઉસિંગ બિઝનેસ મોડેલ પર એક નોટ માગી છે. નાણાં મંત્રાલયમાં આ કેસમાં વાતચીત ચાલી રહી છે અને 2019-20ના બજેટમાં ચર્ચામાં તેને સામેલ કરવામાં આવશે. સંસદમાં બજેટ 5 જુલાઈ રજૂ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp