છેલ્લા છ માસમાં ઈ-પેમેન્ટથી 4.76 લાખ દસ્તાવેજની નોંધણી

PC: khabarchhe.com

વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં રાજ્યમાં કોરોના સંક્રમણ અટકે તથા દસ્તાવેજ નોંધણીને સંલગ્ન પ્રક્રિયા પણ કાર્યરત રહે તેને ધ્યાનમાં લઇને નોંધણી ફીની ફરજીયાત ઇ-પેમેન્ટથી ચુકવણી કરવા તથા દસ્તાવેજ નોંધણી માટે ફરજીયાત અપોઇન્ટમેન્ટ મેળવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા છ માસમાં રાજ્યામાં દસ્તાવેજ નોંધણીની ઈ-પેમેન્ટ વ્યવસ્થા થકી 4.76 લાખ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે તેમ નોંધણી સર નિરીક્ષક કચેરીની યાદીમાં જણાવાયું છે.

નોંધણી સર નિરીક્ષક કચેરીના તાબા હેઠળ કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા દસ્તાવેજોની નોંધણીને સંલગ્ન કામગીરી કરવામાં આવે છે. તા. 24 એપ્રિલ 2020 થી દસ્તાવેજ નોંધણી માટે નોંધણી ફીની ચુકવણી ઇ-પેમેન્ટથી કરવા અને અપોઇન્ટમેન્ટ મેળવવાની પ્રક્રિયા કાર્યરત છે. આ દસ્તાવેજ નોંધણીની પ્રકિયા એકદમ સરળાતાથી કામ કરે છે.

આ પ્રક્રિયા દરમિયાન અરજદારને હાલાકી ન પડે તે માટે egaravi.gujarat.gov.in વેબસાઇટ પર માર્ગદર્શિકા(ઇ-પેમેન્ટ પ્રક્રિયાની સચિત્ર સમજુતી) મુકવામાં આવી છે.જો કોઇ અરજદારને દસ્તાવેજ નોંધણી અંગે મુશકેલી કે પ્રશ્ન હોય તો જીલ્લાના નોંધણી નિરીક્ષકને અથવા રાજ્યની વડી કચેરીના મદદનીશ નોંધણી સર નિરીક્ષકનો સંપર્ક કરી શકે છે.

યાદીમાં વિશેષમાં જણાવાયું છે કે, તા. 24 એપ્રિલ 2020 થી 20 ઓક્ટોબર 2020 સુધી ગરવી વેબસાઈટ મારફતે4,76,054દસ્તાવેજોનોંધાયા છે તથારૂપિયા 773.63 કરોડની આવક થઈ છે. આ તમામ નોંધણી ફીનું સફળતાપૂર્વક ઓનલાઈન પેમેન્ટ થયું છે. આ છ મહિનાના સમયગાળામાં જે તે અરજદારની વ્યક્તિગત ભુલ, મિલકતની લે-વેચના નિર્ણયમાં થયેલ ફેરફાર અને સિસ્ટમને કારણે થયેલ ભુલને કારણેમાત્ર 548 કિસ્સામાં જ નોંધણી અને સ્ટેમ્પડ્યુટી રીફંડના કિસ્સા ઉદભવ્યા છે. જે 4,76,054 લાખ સફળ ટ્રાન્ઝેકશનના પ્રમાણમાં ખૂબ જ ઓછુ અવગણી શકાય એટલું 0.11% છે તેમ નોંધણી સર નિરીક્ષક કચેરીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp