આદર્શરૂપ ભાડા કરાર અધિનિયમ-2020નો મુસદ્દો વેબસાઇટ પર પ્રદર્શિત

PC: udd.gujarat.gov.in

કેન્દ્ર સરકાર દ્વારા Model Tenancy Act-2020 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ એક્ટનું ગુજરાતી ભાષાંતર આદર્શરૂપ ભાડા કરાર અધિનિયમ-2020નો મુસદ્દો તા.21/10/2020ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વેબસાઇટ www.udd.gujarat.gov.in પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આદર્શરૂપ ભાડા કરાર અધિનિયમ-2020ના મુસદ્દા સંદર્ભેના વાંધા સૂચનો તા.11/11/2020 સુધીમાં સચિવ (હાઉસીંગ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, બ્લોક નં.14/7, સચિવાલય, ગાંધીનગરને મોકલી આપવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp