આ કારણે મકાનના ભાવ 10થી 15% વધી શકે છે, CREDAIનું શુક્રવારે બંધનું એલાન

PC: bestinau.com

દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિતની અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે મોંઘવારીની અસર ગુજરાતના બિલ્ડરો પર પણ પડી છે. તેથી રાજ્યના બિલ્ડરોએ એક દિવસની હડતાલનું એલાન કર્યું છે. 12 ફેબ્રુઆરીના રોજ ક્રેડાઇ અને તેની સાથે સંકડાયેલા અન્ય સંગઠનો પોતાની સાઈટ બંધ રાખશે અને જિલ્લા કલેકટરને સિમેન્ટ અને સ્ટીલના વધતા જતા ભાવને લઇને આવેદન આપીને પોતાનો વિરોધ દર્શાવશે. ગુજરાતમાં બિલ્ડરોની એક દિવસની હડતાલને કારણે 700 કરતા સાઈટ બંધ રહેશે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ પણ આ હડતાલને પોતાનું સમર્થન આપ્યું છે.

રિપોટ અનુસાર છેલ્લા 8 વર્ષમાં સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં 15થી 20% સુધીનો વધારો થયો છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં વધારો થતો હોવાના કારણે બિલ્ડરોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. કારણ કે, એક તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકોની ખરીદ શક્તિ ઓછી થઇ છે અને બીજી તરફ સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધવાથી મકાનની કિંમતમાં વધારો થશે. જે મકાનોના બુકિંગ થયા છે અને મકાન બાંધવાના બાકી છે તે મકાન બાંધવામાં બિલ્ડરને ખોટનો સામનો કરવો પડી શકે છે. 40 લાખમાં જે મકાન બુકિંગ થયા છે તે મકાન 45 લાખ સુધી પહોંચી ગયા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં હાલ 250 કરતા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં 35 હજાર ઘર છે. ત્યારે આ પ્રોજેક્ટમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં વધારો થવાથી 10થી 15% નુકસાનીનો સામનો બિલ્ડરને કરવો પડી શકે છે.

લોકડાઉન પછી લેબર કોસ્ટ, સ્ટીલ, સિમેન્ટ, રેતી અને ઈંટના ભાવમાં પણ વધારો થયો છે. લોકડાઉનમાં સરકાર દ્વારા ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પછી બિલ્ડરોને સ્ટીલ અને સિમેન્ટના ભાવ ઓછા થશે તેવી આશા હતી. પણ પરિસ્થિતિ વિપરીત થઇ ગઈ કારણ કે, ભાવ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. સામગ્રીના ભાવની વાત કરવામાં આવે તો. જૂનમાં સ્ટીલનો ભાવ 42000. સિમેન્ટનો ભાવ 6200, ઈંટઓ ભાવ 16000, વ્હાઈટ રેતી 650, કપચીનો ભાવ 600 રૂપિયા હતા. પણ હવે સ્ટીલનો ભાવ 55000, સિમેન્ટનો ભાવ 7000, ઈંટનો ભાવ 21500, વ્હાઈટ રેતીનો ભાવ 850 અને કપચીનો ભાવ 750 રૂપિયા થયો છે. જેથી ક્રેડાઇએ હડતાલની જાહેરાત કરી છે.

સુરત બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ રવજી પટેલે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ક્રેડાઇના જેટલા મેંબર છે, કોન્ટ્રકટર એસોસિયેશન પણ અમારી સાથે જોડાયું છે. અમારી સાથે જોડાયેલા દરેક લોકો પોતાના દરેક કામો બંધ રાખશે. અમારા તમામ સભ્યો તમામ જિલ્લા કલેકટરને સ્ટીલ અને સિમેન્ટ કંપની ભાવમાં સતત જે વધારો કરે છે તે બાબતે એક આવેદન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp