જો આવું થયું તો બિલ્ડરે ગ્રાહકને પૂરી રકમ રિફંડ કરીને આપવી પડશે

PC: newindianexpress.com

રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે એક અરજીની સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે જો ઘર સોંપવાના વાયદાની તારીખથી એક વર્ષ બાદ પણ બિલ્ડર તેનો વાયદો પૂરો નહીં કરે તો ઘર ખરીદનાર પોતાના પૈસા પરત મેળવવાં માટે હકદાર બને છે.

સરળ ભાષામાં કહીએ તો ગ્રાહક જેને બિલ્ડર નક્કી કરેલા સમયમાં ઘરની સોંપણી નથી કરતા તો ગ્રાહક રિફંડ માટે દાવો કરી શકે છે. ગ્રાહકના દાવા બાદ બિલ્ડરે રકમ પરત કરવી પડશે.

જો કે બિલ્ડરના ઘર સોંપવાના વાયદાની તારીખના 1 વર્ષ બાદ જ ગ્રાહક આ રકમ મેળવવાં માટે રિફંડનો દાવો કરી શકે છે. અત્યાર સુધી જો કે એ નક્કી નથી કરવામાં આવ્યું કે કેટલું મોડું થાય તો દાવો કરવામા આવશે.

દિલ્હીમાં રહેનારા શલભ નિગમે પોતાના એક મામલાને લઇને NCDRC માં અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે એગ્રીમેન્ટ મુજબ 36 મહિના એટલે કે ત્રણ વર્ષમાં ફ્લેટ મળી જવો જોઇતો હતો પરંતુ બિલ્ડર ફ્લેટનું કામ પૂરું કરી શક્યો ન હતો.

આ અરજી પર ચુકાદો સંભળાવતા આયોગે કહ્યું કો જો ફ્લેટ ખરીદનાર પઝેશન લેવા માગતો હોય તો સપ્ટેમ્બર 2019 સુધીમાં તેને પૂરું કરી આપવામાં આવે. જો પઝેશનમાં મોડું થાય તો બિલ્ડરે 6 % પ્રતિવર્ષના વ્યાજ સાથે પૈસા ચૂકવવાં પડશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp