ભાજપના નેતાની કંપનીએ 400 કર્મચારીઓને છૂટા કર્યા

PC: app.goo.gl

દેશ આર્થિક મંદીમાં સપડાયો છે અને કંપનીઓનું પ્રોડક્શન ઘટી રહ્યું છે તેમજ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી થઈ રહી છે એવું દેશની કેન્દ્ર સરકાર ભલે સ્વીકારતી ન હોય. કે ભલે સરકાર પૂર્વ વડાપ્રધાન તેમજ અર્થશાસ્ત્રી મનમોહન સિંઘની ટીકાઓ પર ખીખીયાટા કાઢતી હોય, પરંતુ રોજ સવાર થઈને છટણી અને પ્રોડક્શન બંધ થયાના સેંકડો સમાચાર આપણી સામે આવે છે. એવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે મુંબઈ ભાજપના પ્રમુખની કંપની પણ મંદીની ઝપેટમાં આવી ગઈ છે, જ્યાં એકસાથે ચરસો કર્મચારીઓને છૂટા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ ભાજપના પ્રમુખ મંગલ પ્રભાત લોઢા મુંબઈમાં રીઅલ એસ્ટેટમાં અગ્રગણ્ય મેક્રોટેક ડેવલોપર્સ નામે કંપનીના માલિક છે, જે પૂર્વ મુંબઈમાં લોઢા ડેવપર્સ તરીકે પણ જાણીતી છે. આ કંપનીમાંથી ચારસો કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે, જેનું કારણ એ અપાયું છે કે કર્મચારીઓના કામકાજ અને તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે.

આ સંદર્ભે મેક્રોટેક ડેવલોપર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે, તેમની કંપની વિવિધ પ્રોજેક્ટ્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પચાસ હજાર જેટલા લોકોને રોજગાર પૂરો પાડે છે. આ છટણી તેમના વાર્ષિક આકલનનો ભાગ છે, જેમાં કર્મચારીઓના પ્રદર્શનને ધ્યાનમાં રખાયું છે.’ પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે મોટાભાગે લોઢા ડેવલપર્સમાં કામ કરતા જુનિયર લેવલના કર્મચારીઓને છૂટા કરાયા છે.

સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે લોઢા ડેવલપર્સે આ નિર્ણય કંપનીના દેવાને કારણે લેવો પડ્યો છે. કહેવાઈ રહ્યું છે આ કંપનીનું દેવું 25,600ને પાર થઈ ગયું છે. બીજી તરફ તેમના પ્રોજેક્ટ્સનું જોઈએ એવું વેચાણ નથી થઈ રહ્યું, જેને કારણે મુંબઈ ભાજપના પ્રમુખની આ કંપનીએ ચારસો લોકોને છૂટા કરવા પડ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp