અયોધ્યામાં જમીન મકાનના ભાવ 4 ગણા વધ્યા, સુપ્રીમના ચૂકાદા બાદ સોદામાં 20%નો વધારો

PC: india.com

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય હવે શરૂ થવાનું છે. અયોધ્યામાં હવે પ્રવાસનને પણ વેગ મળશે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બહારના લોકો હવે વ્યાપારી પ્રવૃતિ માટે જમીન અને રહેવા માટે ઘર શોધી રહ્યા છે. અનેક રોકાણકારો અહીં હોટેલ, લોજ, ધર્મશાળા બનાવવા ઈચ્છે છે. તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પ્રસ્તાવિત છે. સબરજીસ્ટ્રાર એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, અયોધ્યા નજીકના ત્રણ ગામ માંઝા, બરેહટા અને સહજનવાંમાં રાજ્ય સરકારની યોજનાઓ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

ગત વર્ષે તા.9 નવેમ્બરે સુપ્રીમકોર્ટના ચૂકાદા બાદ જમીન અંગેના સોદામાં 20%નો વધારો થયો છે. જમીનના ભાવ અહીં ચારગણા વધી ગયા છે. અયોધ્યા-ગોરખપુર હાઈવે પર 600 એકરની જમીનમાં રાજ્ય સરકારની સૌથી મોટી એવી અયોધ્યા ટાઉનશીપ, 200 એકરની જગ્યામાં ઈક્છુવાક સિટી, 100 એકરની જગ્યામાં રામની વિશાળ પ્રતીમા જેવા પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રામલીલા સ્થળ, રામ શોધ કેન્દ્ર જેવી યોજના માટે પણ જમીનની જરૂર પડશે. કોરોના વાયરસને કારણે વિકાસના કામની ગતિ મંદ પડી ગઈ છે. પ્રભુરામ માટેની જમીન પસંદ કરીને ગેજેટ કાઢી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના વિશેષ કાર્યાધિકારી સંજીવે કહ્યું હતું કે, મુખ્યમંત્રી પણ એવું ઈચ્છે છે કે,અયોધ્યાનો એક ગૌરવશાળી ભૂતકાળ નવા રૂપે ભવ્યતા સાથે આધુનિક રીતે સામે આવશે. આ માટે શહેરને વિકસીત કરવામાં આવી રહ્યું છે.

જમીનના ભાવ

શહેરમાંઃ સર્કલનો ભાવ 6 હજાર-15 હજાર, બજાર ભાવ 10 હજારથી 25 હજાર ચો.મી.

ગામઃ સર્કલ રેટ 3500થી 8000, બજાર ભાવ 7થી 20 હજાર ચો.મી.

હાઈવે નજીકઃ સર્કલ રેટ 58 લાખથી 3.04 કરોડ રૂ. બજાર ભાવ 1.25 કરોડથી 13 કરોડ રૂ. ચો.મી.

બહારઃ સર્કલ રેટ 3000થી 8200, બજારભાવ 7 હજારથી 25 હજાર ચો.મી

દેશના જાણીતા હોટેલ્સ ગ્રૂપ અને રેસ્ટોરાં ચેઈન પણ અયોધ્યામાં રોકાણ કરવાના મૂડમાં છે. જોકે, આ તમામ આયોજન શિલાન્યાસના કાર્યક્રમ બાદ આકાર લેશે. હાલમાં અયોધ્યા શહેરની જગ્યા હોટેલ્સ ગ્રૂપની પ્રાયોરિટી રહી છે. આ ઉપરાંત અયોધ્યામાં ટ્રાંસપોર્ટ અને રોકાવવા માટે ગેસ્ટહાઉસ ઊભા કરવા માટે પણ કેટલાક રોકાણકારો તૈયારી કરી રહ્યા છે. ચીફ ટાઉન એન્ડ કંટ્રી પ્લાનર અનુપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અયોધ્યામાં અતિ આધુનિક સવલત માટેના પ્રોજેક્ટ જાન્યુઆરી 2021 સુધીમાં તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp