સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ-2022 યોજાશે

PC: Khabarchhe.com

ક્રેડાઇ સુરત જે સુરતના ખાનગી રિયલ ડેવલોપર્સ માટેની સંસ્થા છે. તેણે સુરતની શ્રેષ્ઠ અને સૌથી વધુ ઇચ્છનીય મિલકતોનું પ્રદર્શન કરવા અને સંભવિત ખરીદદારો અને વિક્રેતાઓને એક સાથે જોડવા હેતુ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે તા. 16થી 18 સપ્ટેમ્બર, એમ ત્રણ દિવસ માટે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સ અને પાવર્ડ બાય TRIOM REALITY દ્વારા 2014 પછી એટલે કે 8 વર્ષ પછી સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ-2022ની 5મી એડિશનનું આયોજન કર્યું છે.

મિલકત ખરીદનારને 200થી વધુ પ્રોજેક્ટના યુનીટના પ્લાનીંગ, સાઇઝ, પ્રોજેક્ટ લે આઉટ વગેરે આ સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાંથી મળી રહેશે.રજીસ્ટ્રેશન કરાવનાર કોઇપણ વ્યક્તિને કલાકે, કલાકે લક્કી ડ્રો સિસ્ટમથી રૂપિયા 10 હજાર સુધીનું ગિફ્ટ હેમ્પર, રોજ સાંજે રૂપિયા 50 હજાર સુધીની ગિફ્ટ તેમજ અમારા ડેવલોપર્સ તરફથી મિલકત ખરીદનારને રૂપિયા 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ કુપન, છેલ્લા દિવસે લક્કી ડ્રો-સિસ્ટમથી ફોરવ્હીલર આપવામાં આવશે. આ સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાં ફૂડ-ફેસ્ટીવલ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયાનું પણ આયોજન કરાયું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp