મુંબઇનો આ વિસ્તાર ભારતનો સૌથી મોંઘો વિસ્તાર બન્યો

PC: skyscrapercity.com

દક્ષિણ મુંબઈનો તારદેવ એ દેશનો સૌથી ખર્ચાળ રહેણાંક વિસ્તાર છે. અહીં ઉપલબ્ધ મકાનોનો સરેરાશ ભાવ પ્રતિ ચોરસફૂટનો ભાવ 56 હજાર રૂપિયા કરતા વધુ છે. પ્રોપર્ટી એડવાઇઝરી કંપની એનરોકે આ માહિતી આપી છે. એનરોકના કહેવા પ્રમાણે, તે પછી વરલી અને મહાલક્ષ્મી વિસ્તારોનો ક્રમે છે, જ્યાં ઘરોની સરેરાશ કિંમત અનુક્રમે રૂ. 41,500અને રૂ. 40,000 હજાર છે.

તારાદેવને તારાદેવ રોડ તરીકે પણ ઓળખાય છે, દક્ષિણ મુંબઈમાં એક ખૂબ જ અગત્યનું રહેણાંક અને વ્યવસાયિક સ્થાન છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ વિસ્તાર તેની સારી કનેક્ટિવિટીને લીધે વધુ જાણીતો બન્યો છે અને મોટા પ્રમાણમાં ઉચ્ચ-ગ્રેડ શૈક્ષણિક અને મેડિકલ સંસ્થાઓ તેમજ હોટલો અને ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સમાં ઉપલબ્ધ છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓને લીધે વિસ્તારમાં નવા ઘરો અને ફ્લેટના ભાવ ઉંચા જઇ રહ્યા છે. 

એનરોકે દેશના 10 સૌથી ખર્ચાળ રહેણાંક વિસ્તારોની સૂચિ તૈયાર કરી છે. કંપનીના અધ્યક્ષ અનુજ પુરીએ જણાવ્યું હતું કે ચોરસફૂટ દીઠ રૂ 56,200 ના દરે, દક્ષિણ મુંબઈનો તારાદેવ વિસ્તાર પ્રથમ સ્થાને છે. ચેન્નાઈનો નુનગમ્બકમમાં પ્રતિ ચોરસ દીઠ રૂ. 18,000 સાથે ચોથા ક્રમે, એગમોર ચોરસફૂટ દીઠ રૂ .15,100 સાથે પાંચમા અને અન્ના નાગરી પ્રતિ ચોરસ રૂ. 13,000 સાથે ચોથા સ્થાને છે. દિલ્હીનો કરોલ બાગ 13,500 રૂપિયા પ્રતિ ચોરસ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. ગુરુગ્રામનો ગોલ્ફ કોર્સ રોડ પ્રતિ ચોરસ રૂપિયા 12,500 સાથે નવમા ક્રમે રહ્યો હતો. પુણેના કોરેગાંવ અને કોલકાતાનું અલીપુર ચોરસફૂટ દીઠ અનુક્રમે રૂ .12,500 અને રૂ. 11,800 સાથે આઠમ અને દસમા ક્રમે રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp