બિલ્ડરોને ફાયદો કરાવતી ઓનલાઈન જમીન વિવાદ નિવારણ સિસ્ટમ

PC: indiatoday.com

જમીન-વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ માટે અને જમીન રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનિટરિંગ સિસ્ટમ (CCMS) મે 2015માં અમલમાં આવી ત્યારે જમીન વિવાદને લગતા 9,896 કેસો પડતર હતા અને ત્યારબાદ જૂન 2019 સુધી 17,023 નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા હતા. એટલે કુલ 26,919 અપીલ અને રીવીઝન કેસો હતા. તે પૈકી ઓનલાઇન સિસ્ટમને કારણે 25,239 અપીલ રીવીઝનના કેસોનો નિકાલ કરાયો હતો. 1,680 કેસો નિકાલ કરવાના બાકી છે. જેમીન વિવાદમાં જોકે બિલ્ડરોને સૌથી વધું ફાયદો થયો છે. રાજકીય બિલ્ડરો ખેડૂતોની આવી વિવાદીત જમીનો ખરીદતા રહ્યા છે.

ખેતીની જમીન અંગે વિવાદો ઊભા થતા હોય છે ત્યારે ખેડૂતો તે જમીન માથાભારે વ્યક્તિ કે રાજકારણી કે પોલીસ અધિકારીને વેંચી દેતા હોય છે જે વિવાદી મહેસૂલી કેસના નિકાલ માટે ઓનલાઈન પ્રથા શરૂ કરવામાં આવી હતી. જેમાં તો મોટા ભાગે બિલ્ડરો અને રાજનેતાઓના છૂપા પાર્ટનરોની જમીનો હોય છે. જો ખરેખ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામાન્ય ખેડૂતોને ફાયદો કરાવવા માગતા હોય તો તેઓએ જમીન માપણીમાં કમ્પ્યુટરાઈઝ્ડ કરીને ખેડૂતોના વાંધા તેમાં નાંખીને ઉકેલ લાવ્યો હોત. પણ તેમ કરવાના બદલે બિલ્ડરોને ફાયદો કરે એવી સિસ્ટમ પ્રથમ લાવ્યા છે.

રાજ્યના નાગરિકોના જમીન-વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ માટે અને જમીન રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનિટરિંગ સિસ્ટમ (CCMS) પ્રોજેક્ટને CSI Nihilent e-governance Awaord:2018 તરીકે વર્ષ 2017-18 માટે પસંદગી કરાઈ છે.

હૈદરાબાદ ખાતે એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો 

CCMS પ્રોજેકટ અમદાવાદ ખાતે મે-2015થી શરૂ કરાયો હતો. કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા(CSI)ની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરી ને ભલામણ કરાઈ હતી. કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથે સાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે. નાગરિકોના સમયની બચત, નાણાકીય બોજ પણ ઘટ્યો છે સાથે કામો પણ ઝડપી બન્યા છે.

અરજદારોના કેસને CCMSમાં દાખલ કરીને કેસનો ઓનલાઈન નંબર જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ કેસને લગતી તમામ વિગતોની સિસ્ટમમાં એન્ટ્રી કરીને કેસનું બોર્ડ જનરેટ થાય છે. જે મુજબ નોટિસ કાઢી તમામ પક્ષકારને બજવણી કરાય છે અને પક્ષકારોને મેસેજ દ્વારા જાણ થાય છે. કેસના સુનાવણી સમયે સ્ટેજ બદલવા, આખરી હુકમ થતા કેસનો ઓનલાઇન નિકાલ કરીને revenueappeals.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવે છે જેથી નાગરિકો સરળતાથી જાણી શકે છે.

નિકાલ થયેલા કેસોની ઇ-ધરા ખાતેથી ઓનલાઈન ફેરફાર નોંધ દાખલ કરી નોંધ નંબર જનરેટ કરી શકાય છે બાઇસેગ દ્વારા પણ Know Your Revenue Case નામની એપ્લિકેશન દ્વારા તથા વેબસાઈટ પરથી કેસની માહિતી/જાણકારી નાગરિકો માટે ઉપલબ્ધ બનાવાઇ છે. CCMS પ્રોજેક્ટના અમલીકરણના પરિણામે જમીનની સમસ્યા સામે પારદર્શિતા વધી છે ઈન્ટરનેટના ઉપયોગને લીધે નાગરિકોને ઓછા સમયમાં ઓનલાઈન એકસેસ દ્વારા તમામ પક્ષકાર અને હુકમો કે ચુકાદાઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. રેકોર્ડના ડિજિટલાઈઝેશનના પરિણામે નાગરિકોને ખૂબ જ ઓછા સમયમાં તેમને જોઈતો રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp