BJP શાસિત આ રાજ્યમાં હવે આધાર કાર્ડ સાથે પ્રોપર્ટી પણ લિંક કરાવવી પડશે

PC: youtube.com

પાન કાર્ડ સાથે પાસપોર્ટ સાથે બેંક સાથે આધાર કાર્ડને લિંક કરાવવાની વાત તો તમે સાંભળી હતી, પરંતુ હવે પ્રોપર્ટીને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવી પડશે. BJP શાસિત ઉત્તર પ્રદેશ સરકારે આ જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં તમામ શહેરી સંપત્તિઓને માલિકના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. યોગી આદિત્યનાથ સરકાર કર્ણાટકની જેમ અહિંયા પણ અર્બન પ્રોપર્ટીઝ ઓનરશિપ રેકોર્ડ યોજના લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, આ યોજનાની સહાયતાથી બેનામી સંપત્તિઓ અને અન્ય સંપત્તિઓની ઓળખ કરવામાં સરળતા મળશે અને નગર પાલિકાના વેરાની આવક પણ વધુ થશે.

હાલમાં મોટાભાગની નગર પાલિકાઓમાં તે વિસ્તારમાં આવતી સંપત્તિઓના માલિકી હકની માહિતી નથી, જેને કારણે ઘણીવાર કાયદાકીય વિવાદ થાય છે. કહેવાય છે કે, આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.રાજુની પહેલ પર લાગુ કરવામાં આવી રહી છે.

અધિકારીનું કહેવું છે કે, શરૂઆતના તબક્કામાં આ યોજના લખનૌ, કાનપુર, આગ્રા, ગાજિયાબાદ, વારાસણી, મેરઠ અને પ્રયાગરાજમાં લાગુ કરવામાં આવશે. સરકાર સરવે ઓફ ઇન્ડિયાની ટેક્નિકલ મદદ લેશે અને એક સેવાનિવૃત્ત IAS અધિકારીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp