ઘર ખરીદવા માગતા હોવ તો થોભજો, સરકાર કરી શકે છે ટેક્સ હટાવવાની જાહેરાત

PC: bocanewspaper.com

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં રીટેલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં છૂટ સહિત અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. એટલું જ નહીં અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, અફોર્ડેબલ હાઉસિંગની શરતોમાં પણ રાહત મળી શકે છે. આ બજેટ હાઉસિંગ સેક્ટર માટે સારું સાબિત થઇ શકે છે. આ વખતના બજેટમાં રીટેલ હાઉસિંગ માટેની છૂટછાટ આપવાની જાહેરાત થાય તેવી શક્યતા છે. રીટેલ હાઉસિંગની બુનિયાદી સુવિધાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળે તેવી શક્યતા છે. મળતા અહેવાલો અનુસાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી સસ્તામાં લોન મળી શકશે અને નાના તેમજ મધ્યમ કદના મકાનોના ભાડા પર ટેક્સનો દર ઘટાડવામાં આવી શકે છે.

  • માત્ર ભાડા માટે બનાવવામાં આવેલા પ્રોજેક્ટ્સ માટેની મૂડી માટે જ ટેક્સની છૂટ મળે તેવી સંભાવના છે.
  • રીટેલ પ્રોજેક્ટ માટે વિદેશી રોકાણ એટલે કે FDIની શરતોમાં છૂટ મળી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટનું સેક્શન 80 IBA હેઠળ ટેક્સ છૂટનો અવકાશ વધારવામાં આવી શકે છે.
  • સેક્શન 80 IBA હેઠળ અફોર્ડેબલ હાઉસિંગની કિંમત અને સાઇઝમાં વધારો થઇ શકે છે.
  • સેક્શન 80 IBA હેઠળ 100 ટકા ડિડક્શન (કપાત) મળે છે.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, હાઉસિંગ મિનિસ્ટ્રીએ બજેટને લઇને નાણાં મંત્રાલયને મોકલેલી ભલામણો માટે નાણાં મંત્રાલય ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે 2022 સુધી બધાને ઘર આપવાનું (હાઉસિંગ ફોર ઓલ) મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તે માટે સરકારી કંપની NBCCને લેન્ડ મેનેજમેન્ટ એજન્સી બનાવવામાં આવી છે. NBCC, PSUની જમીનનું વેચાણ કરશે. તેને માટે વેચાણ પર અડધો ટકા જેટલી ફી તેને મળશે. જોકે, તે 1 કરોડ કરતા વધુ ફી નહીં વસૂલી શકશે. કેટલીક બેંકોનું કહેવું છે કે, સરકારે  જમીનને સસ્તા ઘરો ઉપરાંત, મિશ્રિત ઉપયોગ માટે કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp