સેક્સ પછી ગર્લફ્રેન્ડની અજીબ ડિમાન્ડથી પરેશાન છે બોયફ્રેન્ડ, લોકો પાસે માંગી મદદ

PC: mindbodygreen.com

ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માંગથી પરેશાન થયા બાદ એક યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ્સ પાસે મદદ માંગી છે. યુવકે લખ્યું છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી સંબંધમાં છે. તેની ગર્લફ્રેન્ડ એક ઘણી સારી, હોનહાર અને સ્માર્ટ છોકરી છે. જોકે યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતની ઘણો પરેશાન છે. યુવકે લખ્યું છે કે મારી ગર્લફ્રેન્ડમાં સારી આદતો છે પરંતુ તેની એક આદત મને ઘણી અજીબ અને ખરાબ લાગે છે. કોઈ પણ કામ કર્યા પછી તેને મારી પાસેથી તેના વખાણ સાંભળવાની સાથે આલોચના પણ સાંભળવા જોઈએ છે.

ખાવાનું બનાવવાથી લઈને મને ગિફ્ટ આપવું અથવા મારા માટે કોઈ પણ કામ કરવા પછી તે મને થેંક્યુંની સાથે એક સારી આલોચનાની પણ આશા રાખે છે. તેના કામમાં હું કોઈ કમી ન કાઢું તો તે નારાજ થઈ જાય છે. યુવકે આગળ લખ્યું છે કે મારે તેને ઘણી વખત કહેવું પડે છે કે ખાવાનું તો ઘણું સારું હતું પરંતુ બટાકામાં કોઈ સ્વાદ ન હતો. તારું પાવરપોઈન્ટ સારું તો હતું પરંતુ કલરનો ઉપયોગ તે સરખી રીતે કર્યો ન હતો. એટલું જ નહીં. કમી કાઢ્યા પછી આ આદત અમારી સેક્સ લાઈફ પર પણ તે લાગૂ કરે છે.

જ્યારે પણ અમે સેક્સ કરીએ છે તો મને પરફોર્મન્સ અંગે કોઈને કોઈ કમી કાઢવી જરૂરથી પડે છે, જ્યારે મને તેનામાં કોઈ કમી જોવા મળી નથી. હવે એવી હાલત થઈ ચૂકી છે કે તેની કમી ન કાઢું અને તેના કારણે ઝઘડાં ન થાય તે માટે હું જબરજસ્તીથી તેના કામમાં કમીઓ કાઢવા લાગ્યો છું. સાચું બોલું તો મેં આ વસ્તુઓનું એક ખોટું લિસ્ટ બનાવ્યું છે તેમાં કંઈ કંઈ વસ્તુઓ પર તેણે કામ કરવાની જરૂર છે. જો હું તેના કામની આલોચના ના કરું તો તેને પેનિક એટેક આવી જાય છે. તેના ઘરના બધા લોકો ઘણા સારા છે પરંતુ દરેકને બધી વસ્તુ પરફેક્ટ કરવાની આદત છે. એટલે સુધી કે જ્યારે બધા ભેગા થાય છે તો એકબીજાની સાથે હરિફાઈમાં પણ આગળ રહેવાની કોશિશ કરતા હોય છે.

મેં તેને ઘણી વખત થેરેપીસ્ટ સાથે મુલાકાત કરવા માટે સલાહ પણ આપી છે પરંતુ તે મારી વાતના નજર અંદાજ કરી દે છે. તેને લાગે છે કે તેમાં કંઈ ખોટું નથી. તેનું કહેવું છે કે તેને એ જાણવું પસંદ છે કે તે વસ્તુને કેટલી સારી રીતે સુધારીને સારી વ્યક્તિ બની શકે. હું તેની સાથે બ્રેક અપ કરવા નથી ઈચ્છતો પરંતુ મને સમજમાં નથી આવી રહ્યું કે હું કંઈ રીતે તેની બુરાઈ સાંભળવાની આ આદતને છોડાવી શકું. તેના જવાબમાં એક હેલ્થ એક્સપર્ટે યુવકને કહ્યું છે કે, પોતાનમાં સુધાર લાવવા માટે પાર્ટનરને પૂછવું સ્વાભાવિક અને સારી વાત છે. જોકે આ સુધા સંબંધને ખરેખરમાં સારો બનાવવા માટે કરવો જોઈએ ના કે કોઈ મજબૂરીમાં. તારે તારી ગર્લફ્રેન્ડને સમજાવવું જોઈએ કે દરેક વાતમાં પોતાની કમી સાંભળવી આદત સારી નથી. તેના કારણે તમે દબાવમાં રહો છો અને તેને ખોટું ન લાગે એટલે તેની ખોટી ખોટી કમીઓ કહો છો. જો તારી ગર્લફ્રેન્ડ ખરેખરમાં તેની કમીઓ સાંભળવા ઈચ્છતી હશે તો તારા દ્વારા કહેવામાં આવેલી આ કમીને સમજવાની કોશિશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp