લવ મેરેજના 5 દિવસ પછી પત્નીએ ફાંસો ખાધો તો પતિએ ટ્રેન આગળ કૂદી જીવન ટૂંકાવ્યું

PC: amarujala.com

હરિયાણાના સોનીપત જિલ્લાના મયૂર વિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને હેરાનીમાં મૂકી દીધા છે. 5 દિવસ પહેલા જે દંપતિએ લન મેરેજ કર્યા હતા તેમણે બંનેએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. પહેલા પત્નીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો અને ત્યાર પછી પતિએ પણ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ મામલા અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેના શવને કબ્જામાં કરી લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શવગૃહમાં મોકલી દીધા છે. હાલમાં તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે, મનજીત અને આરતીએ 27 મેના રોજ તેમના પરિવારની મરજીથી લગ્ન કર્યા હતા. બંનેના લવ મેરેજ હતા. આજે આ પરિવારની દરેક ખુશીઓ ગમમાં બદલાઈ ગઈ છે, જ્યારે સવારે આરતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ત્યાર પછી જ્યારે આ સૂચના તેના પતિ મનજીતને મળી તો તેણે પણ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવી લીધું. આ દુઃખદ દુર્ઘટનાથી બંને પરિવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

આત્મહત્યાના કારણોની જાણ થઈ નહીં

પોલીસે બંને શવોનું પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમને પરિવારોને સોંપી દીધા છે. પોલીસ બંને આત્મહત્યાઓ પાછળનું કારણ શોધી રહી છે. તપાસ પછી જ આ મામલે ખુલાસો થઈ શકશે. પણ અચાનક બંને દ્વારા ઉઠાવેલા આ પગાલાથી બંનેના પરિજનોની સાથે આસપાસના લોકો પણ ચોંકી ગયા છે.

પોલીસ તપાસ શરૂ

તો બીજી તરફ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મયૂર વિહારમાં નવવિવાહિત દંપતિના મરવાની જાણારી મળી હતી. ઘટના સ્થળે પહોંચી શવને કબ્જામાં લઈ નાગરિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. મહિલાના પતિએ ટ્રેનની નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું. મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. બંનેએ 27 મેના રોજ જ લગ્ન કર્યા હતા. પરિજનોના નિવેદનોને આધારે આગળની કાર્યવાહી હાથે ધરવામાં આવશે.

પ્રેમીઓ જ્યારે પ્રેમમાં પડે છે તો તેમને પ્રેમ સિવાય બીજું કશું દેખાતું નથી. તેઓ પછી લગ્નની ગ્રંથિમાં બંધાઈ જાય છે. એકબીજાને ઓળખી લવ મેરેજ કરીને જીવન સાથે પસાર કરવા માગતા હોય છે. જોકે, દરેક કિસ્સાઓમાં એવું નથી બનતુ કે પ્રેમી દંપતિના લગ્ન થાય જ છે. પણ જેમના થાય છે તેઓ પોતાને નસીબદાર સમજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp