ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 5 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

PC: smh.com.au

મેરિડ લાઈફમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, પરંતુ જે કપલ્સ સમજી-વિચારીને પોતાના સંબંધને નિભાવે છે, તેઓ તેમા જરૂર સફળ થાય છે. પ્રેમ, વિશ્વાસની સાથે સમજદારી પણ પરિણીત જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. જે લોકડાઉન દરમિયાન પાર્ટનર્સની વચ્ચે ખૂબ જ સારી રીતે જોવા મળ્યું છે. આ દરમિયાન કપલ્સ એકબીજાની કામમાં મદદ કરતા દેખાયા સાથે જ એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યા બાદ સંબંધોને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળી.

જોકે, હવે ફરી એકવાર લોકો પોતાના કામ પર પાછા ફર્યા છે. ઓફિસ ખુલ્યા બાદ પરિણીત યુગલોની ચિંતાઓ વધવા માંડી છે. પોતાના સંબંધને મજબૂત બનાવી રાખવા માટે તમારે નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ પડશે. પોતાના કામની સાથે પોતાની પર્સનલ લાઈફને પણ બેલેન્સ કરવાનું શરૂ કરવું પડશે, તો જ તમે પોતાની રિલેશનશિપને હેલ્ધી બનાવી રાખી શકશો.

પાર્ટનરને વારંવાર ના કરો ફોન

છેલ્લાં લાંબા સમયથી કપલ્સ એકબીજાની સાથે ઘરે જ ભરપૂર ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. એવામાં તમને બંનેને એકબીજા સાથે રહેવાની આદત પડી ગઈ હશે. જોકે, હવે ઓફિસ ખુલ્યા બાદ જ્યારે તમે વધુ સમય પાર્ટનરથી દૂર રહેશો તો તેની યાદ તમને દરેક પળે આવશે. પરંતુ તમારે એ સમજવું પડશે કે સાથીને વારંવાર ફોન કરીને તમે તેને તેના કામમાં ડિસ્ટર્બ કરવાની સાથોસાથ તેને ઈરિટેટ પણ કરવા માંડો છો. આથી, પોતાની ભાવનાઓ પર કંટ્રોલ કરો અને પાર્ટનરને તેના કામ પર ફોકસ કરવા દો.

કામની જવાબદારી વહેંચીને ચાલો

ઘરે રહેવા દરમિયાન કપલ્સે ઘણા બધા કામ વહેંચી લીધા હતા. પરંતુ ઓફિસ ચાલુ થયા બાદ તમારા એ કામ વધવાના છે. ખાવાનું બનાવવુ અને ઘરની સફાઈ કરવાથી લઈને કપડાં ધોવા સુધી, આ તમામ કામોને તમારે ઓફિસની સાથોસાથ સંભાળવા પડશે. એવામાં પોતાની જવાબદારીઓને સમજદારીથી વહેંચી લો, જેથી નાની-નાની વાતોને લઈને એકબીજા સાથે તમારી લડાઈ ના થાય.

ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતા નહીં

એ વાતમાં કોઈ બેમત નથી કે ઓફિસ ગયા બાદ તમારી લાઈફસ્ટાઈલ ખૂબ જ વધુ બિઝી થઈ જાય છે. આ દરમિયાન પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે, ત્યાં પાર્ટનર માટે સમય કાઢવો તમારા માટે ફરી એકવાર મુશ્કેલ ટાસ્ક બની શકે છે. જોકે, એ ના ભૂલો કે ઘરે રહીને તમારા અને તમારા સાથી વચ્ચે જેટલો મધુર અને સ્ટ્રોંગ સંબંધ બન્યો છે, તેને તમે સાથે ટાઈમ સ્પેન્ડ કરીને જ જાળવી શકો છો.

રોમાન્સ ઓછો ના થવા દો

ઘણીવાર ઓફિસના હેવી કામના કારણે તમે ખૂબ જ થાક અનુભવો છો, જેની સીધી અસર તમારી રોમેન્ટિક લાઈફ પર પડે છે. સ્ટ્રેસના કારણે તમે સાથીની સાથે પોતાની સેક્સ લાઈફને એન્જોય નથી કરી શકતા, જેના કારણે કપલ્સની વચ્ચે અંતર વધવા માંડે છે. એવામાં કપલ્સે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે, પોતાના સંબંધમાં પ્રેમને જાળવી રાખવા રોમાન્સને ઓછો ના થવા દેવો જોઈએ.

ડિનર ડેટનું કરો ખાસ પ્લાનિંગ

ઓફિસેથી થાકીને ઘરે આવ્યા બાદ એવુ જરૂરી નથી કે તમે ડાયરેક્ટ ખાવાના પર તૂટી પડો. પોતાના સંબંધમાં ફ્રેશનેસ જાળવી રાખવા માટે તમે પાર્ટનરની સાથે ડિનર ડેટ પ્લાન કરી શકો છો. એવામાં તમે સ્પેશિયલ ભોજનનો આનંદ માણવાની સાથે પાર્ટનરના મૂડને પણ સારો કરી શકો છો. જેને કારણે તમારા સંબંધમાં ફ્રેશનેસ જળવાઈ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp