સાસુ-સસરાને ઊંઘની ગોળીઓ આપીને ઘરેણા લઈને વહુ પ્રેમી સાથે ફરાર, પકડાયા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પરણિત મહિલાએ પોતાના સાસરીના લોકોને ચામાં ઊંઘની ગોળીઓ આપીને બેભાન કરી દીધા હતા. જેના પછી મહિલા ઘરના તમામ ઘરેણાં લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલાની ફરિયાદ મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાના ચાર દિવસ પછી પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. મળેલી જાણકારી પ્રમાણે, થાણા કાટ ક્ષેત્રના રહેનારા યુવક વિકાસે 13 નવેમ્બરના રોજ પોલીસને પોતાની પત્ની શોભા અને તેના પ્રેમી અહેસાન ઉર્ફ પંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે શોભાએ પતિ વિકાસ, સાસુ સદાવતી અને સસરા મેવારામને ચામાં ઊંઘી ગોળીઓ નાખીને પીવડાવી દીધી હતી. જ્યારે બધા લોકો બેભાન થઈ ગયા તો ઘરમાંથી સાડા ચાર લાખ રૂપિયાના ઘરેણાં અને 50 હજાર રૂપિયા રોકડા લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ મામલાની ફરિયાદ પર પોલીસે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સૂત્રોની ખબર પ્રમાણે પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં મહિલાએ પોલીસને કહ્યું હતું કે તેનું પિયર જલાલાબાદ ક્ષેત્રમાં છે.

મહિલાએ કહ્યું કે તેની મિત્રતા અહેસાન સાથે ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. અહેસાન પૂર્વ પટ્ટી વિસ્તારનો રહેનારો છે. બંનેની વચ્ચે વાતચીત થવા લાગી તો બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન શોભાના લગ્ન 5 મે 2021ના પૂર્વી પટ્ટી વિસ્તારના વિકાસ સાથે થઈ ગયા હતા. લગ્ન પછી શોભા અને અહેસાસનો સંબંધ વધારે ગાઢ થઈ ગયો હતો. સીઓ અમિત ચૌહાણે કહ્યું કે થાણા કાટ ક્ષેત્રના રહેનારા વિકાસ રાઠોડે 13 નવેમ્બરના પોતાની પત્ની શોભા અને તેના પ્રેમી અહેસાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શોભાએ સાસરાના લોકોને ઊંઘી ગોળીઓ નાખેલી ચા પીવડાવી બેભાન કરી દીધા હતા અને તેના પછી ઘરમાં હાજર ઘરેણાં અને તમામ રોકડ રકમને લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસે હાલમાં શોભા અને તેના પ્રેમી અહેસાસને પકડી લીધા છે અને આગળની કાર્યવાહી તે કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તેમની પાસેથી જ્વેલરી અને રોકડા 42450 રૂપિયા મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp