તમે દયાભાભી એટલે કે દિશા વાકાણી અને તેમના જીવનના જેઠાલાલની લવસ્ટોરી જાણો છો

PC: khabarchhe.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દરેકને પસંદ છે. શોનો દરેક એપિસોડ લોકોને ખુબ હસાવે છે. આ શોમાં જેઠાલાલ અને દયાબેનની જોડી લોકોને ખુબ ગમે છે. દિશા વાકાણી એટલે કે દયાબેનની ગજબની એક્ટિંગ અને બોલવાની અજીબ સ્ટાઈલે તેને ટીવીની કોમેડી ક્વીન બનાવી દીધી. પરંતુ શું તમે જાણો છો કે તેમના રિયલ લાઈફના જેઠાલાલ કોણ છે? ન ખબર હોય તો ચિંતા ન કરો, ચાલો અમે તમને જણાવી દઈએ દિશાની રસપ્રદ લવ સ્ટોરી વિશે.

હકીકતમાં દિશા વાકાણીએ વર્ષ 2015માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. મયુર મુંબઈ બેઝ્ડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. દિશાની લવ સ્ટોરી પણ ખુબ જ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યુમાં દિશાએ પોતાની લવ સ્ટોરી જણાવતા કહ્યુ હતું કે, 'અમે લોકો મળ્યા તો હતા પરંતુ, કોઈના દ્વારા અમારી મુલાકાત નહોતી કરાવાઈ. એક વસ્તુ હતી તેના દ્વારા અમે મળ્યા હતા અને કેટલાક સમય સુધી બંને મળતા રહ્યા, પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

તો દિશાના પતિએ કહ્યું કે, દિશાને જે દિવસે મળ્યો હતો એ જ દિવસે મેં નક્કી કરી લીધુ હતું કે તેની સાથે જ લગ્ન કરીશ. અમે બંને શરૂઆતમાં એકબીજાને જાણતા નહોતા એટલે મેં વિચાર્યું કે પહેલા અમે એકબીજાને થોડો સમય આપીએ અને એકબીજાને સમજીએ. ઉલ્લેખનીય છે કે, દિશા પંદર વર્ષની ઉંમરથી જ ગુજરાતી થિયેટરમાં કામ કરતી આવી રહી છે. હિન્દી ટીવી સીરિયલમાં પહેલો ચાન્સ તેને ખીચડી ધારાવાહિકમાં મળ્યો હતો. એ સિવાય તેણે 'ફૂલ ઓર આગ' (1999), 'દેવદાસ' (2002), 'મંગલ પાંડે : ધ રાઈઝિંગ' (2005), અને 'જોધા અકબર' (2008)માં નાના-મોટા રોલ પણ કર્યા છે.

તમને જણાવી દઈએ કે, દિશાનો જન્મ અમદાવાદમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ભીમ વાકાણી રંગમંચ પર પોતાના કરતબો બતાવતા હતા અને દિશા રંગમંચીય કૌશલ નજીકથી જોયા કરતી હતી. મોટી થતા થતા એક વાત તેના ધ્યાનમાં આવી ગઈ કે, તેના પિતા નાટકોની હિરોઈનોથી પરેશાન રહેતા હતા. કારણ કે એ સમયે ગુજરાતી છોકરીઓનું થિયેટરમાં આવવાનું ચલણ નહોતું. એવામાં છોકરાઓએ જ છોકરી બનવું પડતુ હતું. ત્યારે જ દિશાએ વિચારી લીધુ હતું કે, તે પોતાના પિતાના નાટકોની હીરોઈન બનશે અને થયું પણ એવું જ. તેણે ડ્રામેટિક્સમાં અભ્યાસ કર્યો અને માત્ર પિતા સાથે રંગમંચ પર જુગલબંધી કરી, પરંતુ નાના પડદાનું મોટું નામ બની ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp