બે દીકરાએ પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા, સુપ્રીમે લગાવી આવી ફટકાર

PC: punjabkesari.in

સંતાનોએ ઘરમાંથી કાઢી મુકતા વિવશ બનેલા એક પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે સંતાનોને જબરદસ્ત ઠપકો આપતા કહ્યું હતું કે તમારે એ ન ભૂલવું જોઇએ કે આજે તમે જે કઇં પણ છો તે તમારા પિતાને કારણે છો. તેમનો અનાદર ન કરો. સંતાનો દ્રારા માતા-પિતાની અનદેખીના કિસ્સા દેશમાં જાણે હવે સામાન્ય વાત બની ગઇ છે. મા-બાપને સંપત્તિ માટે દર દરની ઠોકર ખાવી પડે છે અથવા તેમને  વૃધ્ધાશ્રમમાં રહેવા માટે મજબુર કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરતા કહ્યું હતુ કે સંતાનો મા-બાપનો અનાદર ના કરે.

જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતા વાળી બેંચે એક પિતાની અપીલ પર તેમના બે સંતાનોને કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું હતું કે,પિતાની દેખભાળ  કરવાની સંતાનોની ફરજ છે.તમે તમારા પિતા માટે કશું નથી કરી રહ્યા. એ ન ભૂલો કે આજે તમે જે કઇં પણ છો તે તમારા પિતાને કારણે છો. એટલું જ નહીં પિતાની સંપત્તિનો ઉપયોગ કરવા બદલ પણ બેંચે સંતાનોને ઠપકાર્યા હતા. બેંચે કહ્યું કે,તમે બનેં તમારા પિતાને આર્થિક હિસ્સેદારી વગર કેવી રીતે ઉપયોગ કરી શકો?

આ મામલો દિલ્હીનો છે.બે સંતાનો પિતાને ઘરમાંથી કાઢી મુકીને તેઓ તેમના પરિવાર સાથે રહે છે.એક ન્યાયપંચે ગયા વર્ષે બનેં સંતાનોને દર મહિને તેમના પિતાને જીવન નિર્વાહ માટે રૂપિયા 7000 આપવા આદેશ કર્યો જેની સામે બનેં પુત્રોએ કોર્ટમાં અપીલ કરી હતી. આખરે મજબુરીવશ પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp