મહિલાએ આ રીતે પકડ્યું દગાબાજ બોયફ્રેન્ડનું જુઠ્ઠાણું, કોફીથી ખૂલ્યું રહસ્ય

PC: aajtak.in

પ્રેમ અને દગાની તો તમે ઘણી બધી સ્ટોરી સાંભળી હશે પરંતુ એક મહિલાએ સોશિયલ મીડિયા પર દગો મળવાની જે સ્ટોરી સંભળાવી તે સાંભળીને દરેક લોકો હેરાન રહી ગયા હતા. અસલમાં ટીકટોક પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો છે અને તેમે તેને કંઈ રીતે પકડ્યો.

આમ તો આ સવાલનો જવાબ ઘણા લોકોએ આપ્યો હતો પરંતુ અમેરિકાના ડેનિયલ બ્રાઉનની સ્ટોરીને અત્યાર સુધીમાં 90 હજારથી વધુ વખત સાંભળવામાં આવી છે. ડેનિયલે ટીક ટોક પર એક વીડિયો શેર કરી પોતાના આપવીતી સંભળાવી હતી. ડેનિયલે કહ્યું હતું કે એક દિવસ તેનો બોયફ્રેન્ડ મોડેથી ઘરે આવ્યો. તેના હાથમાં કોફીનો કપ હતો, જેને તે ઘરે લઈને આવ્યો હતો. ડેનિયલે તેને મોડેથી આવવાનું કારણ પૂછ્યું હતું તો તેના બોયફ્રેન્ડે કહ્યું કે તે કોઈ કામથી બહાર ગયો હતો અને તેને ઘરે આવતા પહેલા કોફી પીવાની ઈચ્છા થઈ હતી.

તે કોફી પીવા માટે કોફી શોપ પર ગયો અને કોફી લઈને ઘરે આવ્યો હતો. ડેનિયલે તેની આ વાત સાંભળીને થોડી હેરાની થઈ હતી પરંતુ તેણે પોતાના બોયફ્રેન્ડને પૂછ્યું હતું કે, તું મારા માટે કોફી કેમ લઈને આવ્યો નહીં. ડેનિયલે પોતાના બોયફ્રેન્ડના હાથમાંથી કોફીનો કપ લઈ લીધો અને કોફી પીવા લાગી હતી. અચાનક ડેનિયલને જોયું તો તે પ્લાસ્ટીકના કોફી કપની પાછળ કંઈક લખેલું હતું. તેણે જોયું તો તેની ઉપર બ્રિટની લખ્યું હતું. બ્રિટની તેની એક્સ ગર્લફ્રેન્ડનું નામ હતું.

ડેનિયલે જે શોપ પરથી કોફી લીધી હતી ત્યાં કોફીનો ઓર્ડર આપનારનું નામ લખીને તેને આપવામાં આવે છે. ડેનિયલને આ સમજતા વાર ન લાગી કે આ કોફી તેના બોયફ્રેન્ડની એક્સ ગર્લફ્રેન્ડે ઓર્ડર કરી હતી અને તેનો બોયફ્રેન્ડ તેને દગો આપી રહ્યો છે. જ્યારે ડેનિયલે તેને આ કપ પર બ્રિટની કેમ લખ્યું છે એવું પૂછતા તેણે જવાબ આપ્યો હતો કે કોફી સર્વ કરનારી છોકરીએ ભૂલથી પોતાનું નામ લખી દીધું છે. કારણ કે તેની એક્સ ગર્લફ્રેન્ડના નામની આ સ્પેલિંગ નથી.

આ સાંભળીને ડેનિયલનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેણે કોફીનો કપ તેના બોયફ્રેન્ડ પર નાખ્યો હતો અન ત્યાંથી જતી રહી હતી. ડેનિયલે વીડિયોમાં લોકોને પ્લાસ્ટીકનો ડમી કપ પણ બતાવ્યો હતો. ડેનિયલની આ સ્ટોરી પર લોકો ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે બોયફ્રેન્ડ સરખી રીતે જૂઠ્ઠુ પણ ના બોલી શક્યો, તો કોઈએ કહ્યું કે છોકરાઓ પોતાની ભૂલ શા માટે નથી માનતા અને એક ભૂલને છૂપાવવા માટે કોઈ પણ સ્ટોરી બનાવી દે છે. જ્યારે એક લખ્યું કે બોયફ્રેન્ડે કોફીના કપને ઘરે લાવવાની જરૂર જ શું હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp