સેક્સ બાદ તમે ન બદલતા હોવ બેડશીટ તો આ વાંચી લેજો

PC: youtube.com

તમે પણ ક્યાંક એવા ભ્રમમાં તો નથી ને કે એકલા રહેતા હોવા છતા તમે હેલ્ધી લાઈફ જીવી રહ્યા છો. કારણ કે, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ, એકલા રહેતા પુરુષો પોતાની સાથે કેટલા બેક્ટેરિયા લઈને ફરી રહ્યા છે તે તેમને પણ ખબર નથી હોતી.

હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, એકલા રહેતા પુરુષો કે જે સેક્સ્યુઅલી એક્ટિવ છે તેઓ બબ્બે અઠવાડિયા સુધી બેડશીટ ચેન્જ નથી કરતા હોતા. તેઓ બે અઠવાડિયા સુધી એક જ બેડશીટ પર સુએ છે. કેટલાક લોકો એવા પણ છે જે બેડ પર જ ખાય છે અને ચેન સ્મોકર્સ છે. તેઓ પણ બબ્બે અઠવાડિયાઓ સુધી બેડશીટ નથી બદલતા હોતા.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સેક્સ્યુઅલ એનકાઉન્ટર થયા બાદ પરસેવો, પ્યૂબિક હેર, ડેંડ્રફ, સ્પર્મ તેમજ ધૂળ બધું જ રોજ બેડશીટ પર જામી જાય છે. એવામાં રેગ્યુલર બેડશીટ ન બદલવાથી તેઓ ઘર બેઠાં બીમારીઓને આમંત્રણ આપે છે.

એટલું જ નહીં પરંતુ આ સંશોધનમાં એવુ પણ જાણવા મળ્યું છ કે, પુરુષો ઘણા દિવસો સુધી એકની એક જ અંડરવેર પહેર્યા કરે છે. આમ, પુરુષ પોતાની સાથે કેટલા બેક્ટેરિયા લઈને ફરે છે તેનો તેમને અંદાજો જ નથી હોતો.

OMG! संबंध बनाने के बाद भी à¤⊃2;ोग नà¤⊃1;ीं बदà¤⊃2;ते अपनी बेडशीट, जानें क्या à¤⊃1;ो सकते à¤⊃1;ैं इसके जोखिम

સંશોધકોએ માન્યુ છે કે, ગંદી બેડશીટ પર સુવાથી તમારી સેક્સ લાઈફ પણ પ્રભાવિત થઈ શકે છે, તમને સ્કીન એલર્જી થઈ શકે છે. જે તમારી ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. આ અંગે એક્સપર્ટ્સનું માનવું છે કે, એક અઠવાડિયાની અંદર બેડશીટ બદલી નાંખવી જોઈએ. તેમજ તેને ગરમ પાણીમાં વ્યવસ્થિતરીતે ધોવી જોઈએ, જેથી જર્મ્સ દૂર થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp