પાસપોર્ટે ખોલી પતિની પ્રેમિકાની પોલ

PC: intoday.in

અમદાવાદમાં એક પતિએ ખોટું સર્ટિફિકેટ બનાવીને તેના પાસપોર્ટમાં પત્નીના નામની જગ્યા પર તેની પ્રેમિકાનું નામ લખાવ્યું હતું. જ્યારે આ વાતની જાણ પત્નીને થઈ ત્યારે પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે સમગ્ર મામલે ખોટા દસ્તાવેજ બનાવવાના કેસમાં પતિ સામે ફરિયાદ નોંધી હતી.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મંગલા શર્મા નામની પરિણીતાના લગ્ન સુનીલ શર્મા નામના વ્યક્તિ સાથે 2002માં થયા હતા. ત્યારબાદ મંગલા શર્માએ બે બાળકોને જન્મ આપ્યો હતો. મંગલાનો ઘર-સંસાર એકદમ બરાબર ચાલતો હતો, પરંતુ એક દિવસ મંગલાએ તેના પતિના મોબાઈલમાં અન્ય યુવતીના ફોટાઓ જોઈને પતિને પૂછ્યું કે, આ કોણ છે. ત્યારે પતિએ આ યુવતી સાથે મારે કોઈ સંબંધ નથી. તેમ કહીને વાત ફેરવી નાંખી હતી. ત્યારબાદ પતિ સુનીલ શર્મા પોતે નોકરી કરવા માટે મુંબઈ જતો હોવાનું કહીને તે અમદાવાદના નિર્ણય નગરમાં રહેતી તેની પ્રેમિકા સાથે રહેતો હતો.

મંગલાની વાત જ્યારે સુનીલના મિત્ર સાથે થઇ ત્યારે મંગલાને જાણવા મળ્યું હતું કે, સુનીલને કોઈ અન્ય યુવતી સાથે પણ સંબંધ છે. ત્યારબાદ એક દિવસ અચાનક સુનીલે પોતાનો પાસપોર્ટ પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવ્યો હતો. આ બાબતે મંગલાને શંકા જતા તેણે પાસપોર્ટ ઓફિસમાં જઈને પતિએ જમા કરાવેલા પાસપોર્ટ વિષે પૂછપરછ કરી હતી. ત્યારે મંગલાને જાણવા મળ્યું હતું કે, સુનીલ શર્મા તેના મંગલા સાથેના ડિવોર્સ થયાના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવી પત્નીના નામની જગ્યા પર પાસપોર્ટમાં પ્રેમિકાનું નામ લખાવી દીધું હતું. જેના કારણે મંગલાએ પતિ વિરુદ્ધ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ સામે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવવા અને છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp