સ્ત્રી ઉપર હોય તેવા આસનથી ગર્ભાશય નીચે ઉતરી જાય તેવું ખરૂં

PC: khabarchhe.com

પ્રશ્ન: કામક્રીડા દરમિયાન જરૂરી આસનો અંગે મેં વાચ્યું છે. એમાં સ્ત્રી ઉપર હોય અને પુરુષ નીચે હોય એ આસનનો પણ ઉલ્લેખ હતો. મારો પ્રશ્ન એ છે, આ આસનમાં ગર્ભાધાનની શક્યતા કેટલી? અને જો વારંવાર આ આસન અજમાવાય તો સ્ત્રીનું ગર્ભાશય નીચે ઉતરી જાય એવું બને ખરું?

ઉત્તર: ગર્ભાધાનની શક્યતાઓ આસનમાં ફેરફાર થવાથી બદલાતી નથી. ઉપરોકત આસનમાં એવું બની શકે કે, સ્ત્રી ઉપર હોવાથી કદાચ સમાગમ બાદ વીર્ય બહાર નીકળી આવે. પણ તેમ છતાં ય ગર્ભાધાનની શક્યતાઓ તો અન્ય આસનો જેટલી જ રહે છે કેમકે ગર્ભાધાન માટે સ્ત્રીના શરીરમાં તંદુરસ્ત વીર્યનું દાખલ થવું જ જરૂરી છે. તે બહાર નીકળી આવે તો ય વાંધો નહીં, વળી સ્ત્રી ઉપર હોવાથી કઈં તેનું ગર્ભાશય નીચે નથી આવી જવાનું. શરીરના અંગો કોઈપણ સ્થિતિમાં અંદર સલામત હોય છે. સેક્સ કઈં ભારેખમ કસરત નથી. જો સેક્સથી ગર્ભાશય નીચે ઉતરી આવતું હોય તો ઓલિમ્પિકમાં મેડલ લઈ આવેલી આ બધી ચૌદ પંદર વર્ષની જિમ્નેશ્યમ ચેમ્પિયન તરુણીઓના ગર્ભાશયની આટઆટલી આંટી-ગુલાટી પછી શું સ્થિતિ થાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp