ટ્રિપલ તલાક નથી પસંદ આથી લુબના બની ગઈ આરોહી, પ્રેમી સાથે કર્યા લગ્ન હવે...

PC: abplive.com

મુસ્લિમ સમાજની એક યુવતીને પોતાના જ મહોલ્લામાં રહેતા એક હિંદુ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીએ ઘરેથી ભાગીને હિંદુ ધર્મ અપનાવી લીધો હતો અને પ્રેમી યુવક સાથે લગ્ન પણ કરી લીધા હતા. હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે, યુવતીને ડર લાગી રહ્યો છે કે તેના જ પરિવારના લોકો પતિને મારી નાંખશે. તેણીએ પોલીસ તંત્ર પાસે મદદ માંગવા માટે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં કોલકાતામાં બન્યો હતો. મુસ્લિમ યુવતીએ દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તો યુવતીના ભાઇએ બનેવીની બહેનની સામે જ જાહેરમાં હત્યા કરી દીધી હતી.

ઉત્તર પ્રદેશના બરેલીમાં ઈન્ટરમીડિયેટમાં ભણતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીને એક હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેણે હિંદુ ધર્મ અપનાવી હિંદુ રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા અને લુબનામાંથી આરોહી બની. તે જ સમયે, હવે વિદ્યાર્થીનીને તેના પરિવાર તરફથી જીવનું જોખમ છે. જેના કારણે તેણે વીડિયો વાયરલ કરીને પોલીસ પ્રશાસનને સુરક્ષા માટે વિનંતી કરી છે.

લુબના અને બોબી બંને એક જ વિસ્તારમાં રહે છે. બંનેના ઘર નજીકમાં છે. બંને ઘણા વર્ષોથી એકબીજાના પ્રેમમાં હતા. 20 મેના રોજ બપોરે 3 વાગ્યે લુબના અને બોબી ઘરેથી ભાગીને બંનેએ મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. લુબના હવે આરોહી બની ગઈ છે.

લુબના કહે છે કે, તેને મુસ્લિમ ધર્મ પસંદ નથી. ત્યાં ટ્રિપલ તલાક અને હલાલા છે. જેના કારણે તેણે બુરખો અને હિજાબ છોડી દીધા છે. આરોહીનું કહેવું છે કે તેને જાનનું જોખમ છે. તેના પરિવારના લોકો બોબીને જાનથી મારી નાંખશે એવો આરોહીને ડર છે. તેણે વીડિયો વાયરલ કરીને પોલીસની મદદ માંગી છે.

બોબી કહે છે કે, આરોહીના પરિવારના સભ્યો અને પોલીસ બંને તેના પરિવારના સભ્યોને હેરાન કરી રહ્યા છે. બોબી કહે છે કે, તે આરોહીના પ્રેમમાં છે અને તેને જીવનભર ખુશ રાખશે. બીજી તરફ આરોહી અને બોબીના લગ્ન કરાવનાર પંડિત કેકે શંખધર કહે છે કે, જ્યારે આ બંને મારી પાસે આવ્યા ત્યારે મેં જોયું કે આ બંને પુખ્ત વયના છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. અમે બંનેના લગ્ન આર્ય સમાજની વિધિથી કરાવ્યા છે. પંડિતે કહ્યું કે આ બંને કપલની સાથે મારા જીવને પણ જોખમ ઊભુ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp