લોકડાઉનમાં ફસાયેલા મિત્રને ઘરમાં આશ્રય આપ્યો તો મિત્રની પત્નીને લઇને જ ભાગી ગયો

PC: twitter.com

દુનિયાભરમાં લાખો લોકોની જિંદગી ખતમ કરનારો ઘાતક કોરોના વાયરસ હવે વૈવાહિક સંબંધ પર પણ અસર નાખતો જણાઈ રહ્યો છે. કેરળના એર્નાકુલમમાં કંઇક આ રીતનો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ આ રીતની જ એક ઘટનાનો શિકાર થયો છે. ઈડુક્કી જિલ્લાના મુન્નારનો રહેવાસી અને એર્નાકુલમમાં એક ખાનગી કંપનીમાં કામ કરનાર 32 વર્ષીય લોથારિયો 20 વર્ષ પછી તેના મિત્રના સંપર્કમાં ત્યારે આવ્યો હતો, જ્યારે તે માર્ચમાં કોરોના વાયરસ લોકડાઉનની જાહેરાત પછી મુવતુપુઝા શહેરમાં ફસાઈ ગયો હતો.

લોથારિયોને ઘરે લઈ આવ્યો મિત્ર અને એપ્રિલના અંત સુધી તેના ભોજન રહેવાની વ્યવસ્થા કરી

લોથારિયોએ મુન્નારમાં પોતાના સંબંધી સાથે સંપર્ક કર્યો અને તેને તેમના દ્વારા તેના નાનપણના મિત્રનો નંબર મળ્યો હતો. લોથરિયોએ જ્યારે મુવતુપુઝામાં રહેનારા તેના નાનપણના મિત્રની મદદ માગી, તો તે વ્યક્તિને તેને પોતાના ઘરે લઈ આવ્યો અને એપ્રિલના અંત સુધી તેના માટે ભોજનની અને રહેવાની વ્યવસ્થા કરી.

સંકટના સમયમાં નાનપણના મિત્રએ લોથારિયોની મદદ કરી. તો લોથારિયો તેના મિત્રની જ પત્નીની સાથે ભાગી ગયો, જેણે લોકડાઉનમાં પોતાના ઘરે રહેવા આશ્રય આપ્યો હતો. પોલીસે કહ્યું કે, 1 મેના રોજ એર્નાકુલમને ગ્રીન ઝોન જાહેર કરી દેવામાં આવ્યો અને તેમ છતાં જ્યારે લુથારિયોએ ઘરેથી ન જવાની ઈચ્થા જાહેર કરી તો નાનપણના મિત્રને પોતાની પત્ની સાથેના અફેર બાબતે શંકા ગઈ હતી.

પોલીસે કહ્યું કે, લુથારિયો અને 30 વર્ષીય મહિલા ગયા અઠવાડિયાથી ગુમ છે. તેમની સાથે મહિનાના બે બાળકો પણ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા તેના બે બાળકોને પણ સાથે લઈ ચાલી ગઈ છે. જ્યારે પોલીસે મહિલાના પતિની ફરિયાદને આધારે તપાસ કરી તો બાળકોની સાથે બંનેએ આ અઠવાડિયે જ મુવતુપુઝામાં પોલીસ સામે હાજર થઈ ગયા. પોલીસની સામે મહિલાએ માનવું પડ્યું કે તેના બાળકો પર તેના પતિનો પણ સમાન અધિકાર છે.

પતિએ પહેલીવાર ભાગવાની કોશિશ કર્યા હોવા છતાં સ્વીકાર કર્યો

પોલીસ અનુસાર, બંનેએ પહેલા રિક્ષામાં ભાગવાની કોશિશ કરી હતી, પણ પતિની ફરિયાદના આધારે પોલીસના હસ્તક્ષેપ પછી તે પરત આવી. પોલીસે જ્યારે તેમના પર જુવેનાઈલ ન્યાય કાયદા હેઠળ કાર્યવાહી કરવાની ધમકી આપી તો બંનેએ ભાગવાની યોજના પડતી મૂકી.

પોલીસે કહ્યું કે, પતિએ તેની પત્નીને ખુશી ખુશી સ્વીકારી લીધી, જ્યારે તે તેની સાથે ફરી રહેવા માટે તૈયાર થઈ ગઈ. જોકે, થોડા દિવસ પછી કથિતપણે પત્ની તેના પ્રેમી સાથે રહેવા ભાગી ગઈ અને પોતાના બાળકોને પણ તેની સાથે કારમાં બેસાડી લઈ ગઈ, જે તેના પતિના નામે ખરીદી હતી. તેની સાથે જ બધાં ઘરેણા પણ લઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp