જીવનસાથીને લઈને યુવકે કરી એવી ડિમાન્ડ કે વાયરલ થઈ રહી છે આ મેટ્રિમોનિયલ એડ

PC: indianexpress.com

ન્યૂઝપેપર અને મેટ્રિમોનિયલ સાઈટ પર મનપસંદ વર-દુલ્હન માટે જાહેરાત આપવી સામાન્ય વાત છે. જ્યાં સામાન્ય રીતે લોકો તેમની જાણકારીની સાથે સાથે પોતાના જીવનસાથી વિશે પણ લખતા હોય છે કે તેમના સાથીમાં કેવી રીતના ગુણ હોવા જોઈએ. એવી જ એક મેટ્રિમોનિયલ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

યુવકે તે જાહેરાતમાં વિસ્તારપૂર્વક જણાવ્યું કે તેને કેવી દુલ્હન જોઈએ છે. આ મેટ્રિમોનિયલ એડ 31 વર્ષના અભિનવ કુમાર નામના વ્યક્તિની છે. તેણે જાહેરાતમાં લખ્યું છે કે, તેને બ્રાહ્મણ, ગોરી, સુંદર, ઈમાનદાર, ભરોસાપાત્ર, સંભાળ રાખનાર, અમીર, પાવરફુલ અને વર્કિંગ દુલ્હન જોઈએ છે.

જાહેરાત અનુસાર, અભિનવ પોતે હાલમાં કામ નથી કરી રહ્યો. જોકે, તેની માગ ખતમ જ નથી થઈ રહી. તેની દુલ્હનમાં દેશભક્તિની ભાવના પણ હોવી જોઈએ. તે ભારતના સૈન્ય અને ખેલ ક્ષમતાઓને વધારવામાં રસ ધરાવતી હોય.

તેના સિવાય દુલ્હન, એક્સટ્રીમિસ્ટ હોવાની સાથે સાથે વિનમ્ર અને બાળકોના ઉછેરમાં પણ એક્સપર્ટ હોવી જોઈએ. દુલ્હનને લઈને આ અજીબ માગોની સાથે આ જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો યુવકને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

જોકે, જાહેરાત ક્યારની છે તેની સ્પષ્ટતા નથી. પણ સોશિયસ મીડિયા પર એક યૂઝરના શેર કર્યા બાદ લોકો યુવકને ટ્રોલ કરી રહ્યા છે અને સાથે જ તેમનો અભિપ્રાય પણ આપી રહ્યા છે. અમુક લોકો આ જાહેરાતને ફેક ગણાવી રહ્યા છે તો અમુક યુવક પર ગુસ્સો કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે, આટલા બધા ગુણો એક મહિલામાં નહીં હોઈ શકે, સુપરવુમનમાં પણ નહીં હોય. આ ઈચ્છાઓ પૂરી કરવા તેણે ઘણી મહિલાઓ સાથે લગ્ન કરવા પડશે. તો મજાક કરતા એક વ્યક્તિએ લખ્યું કે આ યુવકે તેના પડછાયા સાથે લગ્ન કરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp