26th January selfie contest

આ કારણે મોડલ ત્રણ વર્ષ સુધી સેક્સથી રહી દૂર, થયા આવા હાલ

PC: instagram.com

સેક્સ જીવનનો એક જરૂરી હિસ્સો હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેના કારણે જીવન એક અલગ જ વળાંક લઈ લે છે. ઓસ્ટ્રેલિયાની ફેમસ મોડલ રહેલી અમરંથા રોબિન્સને ધ ગાર્ડિયનને પોતાની સેક્સ લાઈફ સાથે સંકળાયેલો એક ખાસ અનુભવ શેર કર્યો છે. અમરંથાએ જણાવ્યું કે, કઈ રીતે તેણે ત્રણ વર્ષ સુધી સેક્સથી દૂરી બનાવી રાખી અને આ દરમિયાન તેની સાથે શું-શું થયું.

અમરંથાએ જણાવ્યું, 2016માં જ્યારે હું 30 વર્ષની હતી, ત્યારે મારી ડેટિંગ લાઈફ ખૂબ જ ખરાબ ચાલી રહી હતી, મારા જીવનમાં એક પ્રકારની પેટર્ન સેટ થઈ ગઈ હતી, જેમા હું કોઈ પુરુષને મળતી હતી અને તે મને સારો લાગવા માંડતો હતો, અમારી વચ્ચે ફિઝિકલ ઈન્ટીમેસી થતી અને અમારું રિલેશન જલ્દી તૂટી જતુ હતું. મને એવુ લાગવા માંડ્યુ હતું કે, પુરુષ માત્ર સેક્સ માટે મારી પાસે આવે છે અને જ્યારે તેમનું મન ભરાઈ જાય છે તો મને છોડી દે છે. મેં વિચાર્યુ કે જીવનમાંથી સેક્સને જ હટાવી દેવુ જોઈએ, અને ત્યારબાદ પણ જો કોઈ મારી સાથે રહેશે તો તે ખરેખર મારા માટે હશે. મેં ફિઝિકલ રિલેશન બનાવવાના બંધ કરી દીધા અને આ દરમિયાન મેં ચર્ચ પણ જવાનું શરૂ કરી દીધુ હતું. ત્યાં મારા એ વિશ્વાસને વધુ મજબૂતી મળી ગઈ કે સેક્સ એક ખરાબ વસ્તુ છે અને તેને કારણે માત્ર દર્દ જ મળે છે.

સેક્સ વિના બે વર્ષ મારા ખૂબ જ સારા પસાર થયા. ડેટિંગ લાઈફમાં કોઈપણ પ્રકારના ઈમોશનલ પેન વિના રહેવુ મારા માટે ઉપલબ્ધિ હતી. હું ખુશ રહેવા માંડી અને ચર્ચના સિદ્ધાંતો પર ચાલવા માંડી. ભાવનાત્મકરીતે તો હું સ્થિર થઈ ચુકી હતી પરંતુ તેની અસર મારી કેટલીક બાબતો પર પડવા માંડી હતી. કોઈપણ બાબતમાં હવે હું મારા તરફથી ઓછાં પ્રયત્નો કરવા માંડી હતી. ત્રીજા વર્ષથી મને ડેટિંગ લાઈફ ખરાબ લાગવા માંડી હતી. મને લાગવા માંડ્યુ કે જાણે મારા જીવનમાં કોઈ રોમાંચ જ નથી બચ્યો. તે માત્ર સેક્સ સાથે સંકળાયેલુ નહોતું, હું નાની-નાની બાબતો મિસ કરી રહી હતી, જેમ કે ફ્લર્ટ કરવુ કે પછી કોઈ પુરુષ માટે ખાસ અનુભવ કરવો. એવુ લાગી રહ્યું હતું કે, હું જીવવાનું જ ભૂલી ગઈ છું અને અંદરોઅંદર હું કંઈક ગુમાવી રહી છું. મારું મન ઉદાસિનતાથી ઘેરાવા માંડ્યુ. મેં મારી બોડી અને સેન્શુઆલિટીથી દૂર થઈ રહી હતી. ચર્ચ જવાની પણ ઈચ્છા નહોતી થતી. આખરે મેં પોતાને વધુ એક તક આપવાનું નક્કી કર્યું. હું આઈલેન્ડના એક પુરુષને ઓનલાઈન મળી અને ત્યાં ટ્રિપ પર જવાનો પ્લાન બનાવ્યો.

આઈલેન્ડ જવાનો પ્લાન બનાવતા જ મારા મનમાં વિવિધ પ્રકારના વિચારો આવવા માંડ્યા. મેં નિર્ણય કર્યો કે હું પોતાને જજ કરવાનું છોડી દઈશ અને પોતાની આત્મા અને શરીરનો અવાજ સાંભળીશ. મારી ડેટિંગ લાઈફમાં કંઈ પણ ઉત્સાહજનક નહોતું પરંતુ હું હવે દરેક પ્રકારના અનુભવ લેવા માટે તૈયાર હતી. આઈલેન્ડ પર મેં એ બધુ જ કર્યું જે હું કરવા માગતી હતી. મારા જીવનનો રોમાંચ પાછો આવી રહ્યો હતો.

હવે જ્યારે પણ હું પાછું વળીને જોઉં છું તો લાગે છે કે મેં મારી આસપાસ એક દીવાલ બનાવી લીધી હતી, જેમા સેક્સને એક ખલનાયક બનાવી દીધુ હતું. હવે મને લાગે છે કે, મારા અનુભવોનો મારા ફિઝિકલ રિલેશનશિપ સાથે કોઈ લેવા-દેવા નહોતું. આટલા વર્ષોમાં હું એ શીખી કે પોતાની બોડી અને સેક્સુઆલિટી સાથે જોડાયેલા રહેવામાં જ મને ખુશી મળે છે. અમરંથાએ અંતમાં કહ્યું કે, હું એ પણ શીખી કે આપમેળે બનાવેલી સ્ટોરીઓથી આપણે પોતાને જ નુકસાન પહોંચાડીએ છીએ. આથી, હવે હું કશાથી પણ પોતાને દૂર નહીં રાખીશ. જોકે, સેક્સથી થોડાં વર્ષો સુધી દૂર રહેવાને કારણે ઘણી બાબતો સ્પષ્ટ થઈ ચુકી છે. મારા માટે આ એક એવા વિરામ જેવુ હતું, જેને કારણે મને જણાયુ કે હું કોણ છું, હું જીવનમાં શું ઈચ્છુ છું અને મારા માટે વાસ્તવમાં શું વધુ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp