વધુ સેક્સ કરે છે નાની ઉંમરમાં કાર ખરીદનારા લોકોઃ સરવે

PC: picdn.net

શું કાર અને સેક્સ લાઈફમાં કોઈ કનેક્શન છે? હાલમાં જ આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે કાર અને સેક્સ લાઈફ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જો કોઈ નાની ઉંમરની વ્યક્તિ કાર ખરીદે તો તેનું સ્વાભિમાન તેનામાં વધે છે. કાર તેને માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય છે, આ જ વાત મહિલાઓને પણ આકર્ષિત કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, નાની ઉંમરમાં કાર ખરીદનારા લોકોની સેક્સ્યુઅલ ડિઝાયર અને સેક્સ કરવાની સંભાવના બે ગણી વધી જાય છે. જણાવી દઈએ કે, આ સ્ટડી મેક્સિકોમાં કરવામાં આવી હતી.

આ સરવેમાં જાણવા મળ્યુ હતું કે, નાની ઉંમરમાં જ કારના માલિક બની જવું, એ સેક્સ્યુઅલ ડિઝાયર વધારવાનું કામ કરે છે. મહિલાઓ એવા પુરુષોને વધુ અટેન્શન આપે છે, જેમની પાસે મટીરિયલ રિસોર્સ વધુ હોય છે અને કાર તે પૈકી એક સૌથી જરૂરી મટીરિયલ રિસોર્સ છે.

આ સરવે માટે એક યુનિવર્સિટીના 17થી 24 વર્ષની વચ્ચેના 809 વિદ્યાર્થીઓને તેમની સેક્સ લાઈફને લઈને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના સેક્સની સાથે સંકળાયેલા વ્યવહારની સાથોસાથ તેમના સામાજિક અને આર્થિક પહેલુઓ પર પણ સવાલ પૂછવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા, એક જેમની પાસે કાર હતી અને બીજા જેમની પાસે કાર નહોતી.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, નાની ઉંમરમાં કાર ખરીદનારા અથવા કાર રાખનારાઓની કામેચ્છા વધુ હતી, નાની ઉંમરમાં તેમના સેક્સની સંભાવના વધુ હતી, તેમના સેક્સ્યુઅલ પાર્ટનર્સ હતા અને સેક્સ્યુઅલ એક્ટની તેમની ફ્રિકવન્સી પણ વધુ હતી. જે લોકોની પાસે કાર હતી, તેમણે કાર ન ધરાવતા લોકો કરતા બે ગણો વધુ સેક્સ કર્યો અને તેમના સેક્સ્યુઅલ પાર્ટનર્સ પણ વધુ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp