યુવાનોને લાંબા સમય સુધી રહેવું પડશે સિંગલ, જાણો બીજી શું થઈ શકે છે કોરોનાની અસર

PC: lifehack.org

લાંબા સમયે કોરોના વાયરસના પ્રભાવને સમજવા માટે અમેરિકાના એક્સપર્ટ્સે આશરે 90 જેટલી સ્ટડીઓનું વિશ્લેષણ કર્યું છે. વિશ્લેષણ પછી એક્સપર્ટ્સે રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું છે અને ચેતવણી આપી છે કે કોરોના વાયરસ સમાજને કેવી રીતે બદલી દેશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે મહામારીને કારણે સિંગલ યુવાનોએ વધારે સમય માટે સિંગલ રહેવું પડશે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે જન્મ દર ઘટી જશે, લોકો વધારે સમય સુધી સિંગલ રહેશે અને મહિલાઓ પોતાને વધારે સેક્શુઅલાઈઝ કરશે. જે લોકો કોરોનાથી સંક્રમિત નથી, તેમની પણ લાઈફ કોરોના બદલી દેશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે પ્લાન કરવામાં આવેલી પ્રેગનન્સીમાં કમી જોવા મળશે. લોકો લગ્ન અને બાળક માટે મોડું કરશે. જેને કારણે ઘણા દેશોની વસ્તી ઓછી થઈ શકે છે. બર્થ રેટ ઓછો હોવાને લીધે સમાજ અને દેશની ઈકોનોમી પર તેની અસર પડશે. નોકરીની સંભાવનાઓ અને વૃદ્ધોની દેખરેખ માટે સંશાધનો ઓછા રહેશે. લોકડાઉનને કારણે ઘરમાં વધારે કામ કરવા પડે છે અને જેનાથી જેન્ડર ઈક્વાલિટી પણ વધશે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાઈકલોજિસ્ટ અને રિસર્ચની લેખિકા માર્ટી હેઝલટન કહે છે કે, સમાજ પર કોરોનાની અસર લાંબા સમય સુધી જોવા મળશે અને આ મહામારી જેટલો સમય વધુ રહેશે તેટલી બધા પર વધારે અસર કરશે. દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.2 કરોડથી વધારે પહોંટી ચૂક્યો છે. જેમાં સૌથી વધારે અમેરિકા અને પછી ભારતનો નંબર આવે છે. બાકીના દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાને કારણે થતા મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે.

કોરોનાના મહામારીને કારણે આખી દુનિયાએ પોત પોતાના દેશમાં લોકડાઉન જાહેર કરવું પડ્યું હતું, જેના કારણે ઉદ્યોગ-ધંધાથી લઈને શાળા-કોલજોને પણ બંધ કરવાની ફરડ પડી હતી. એટલે સુધી કે ફ્રન્ટ લાઈનમાં કામ કરનારા લોકો સિવાય કોઈને બહાર જવાની પરવાનગી ન હતી. જેની અસર જે-તે દેશની ઈકોનોમી અને લોકો પર પડી જોવા મળી છે. આ સમય દરમિયાન ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે, તો જેને નોકરી છે તેમણે અડધા પગાર કાપ સાથે કામ કરવું પડી રહ્યું છે. હાલમાં અમુક છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ અમુક દેશોમાં બધુ ખોલી દીધા પછી ફરીથી કોરોનાના કેસોની સંખ્યા વધતા ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp