રિલેશનશીપ ટકાવવી હોય તો માત્ર સોરીથી નહીં ચાલે કામ

PC: bustle.com

રિલેશનશીપમાં કેટલીક વખત ઉતાર ચઢાવ આવે ત્યારે પાર્ટનર્સ ઘણી વાર પોતાની ભૂલ કબૂલીને સોરી કહી દેતા હોય છે. આવું કરવાથી પાર્ટનર્સ વચ્ચે સમાધાન થઈ જતું હોય અને રિલેશનશીપની ગાડી ફરી પાટે ચડી જતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દર વખતે સોરી કહી દેવાથી કંઈ કામ ચાલતું નથી?  કારણ કે કેટલીક વખત સમસ્યાની જડ સુધી જવું પણ મહત્ત્વનું થઈ જતું હોય છે, જેથી એ સમસ્યાને દૂર પણ કરી શકાય અને તેનું ફરીવાર પુનરાવર્તન પણ ન કરી શકાય.

બીજી તરફ કેટલાક પાર્ટનર્સ એવા હોય છે, જેઓ પોતાનો વાંક ન હોય તોય તકરાર પતાવવા માટે કે શાંતિ રાખવા માટે સામેથી સોરી કહી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારું આ વલણ સામેનું પાર્ટનર ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકે છે. પછી તેને એ આદત પડી જાય છે કે ઝગડો ટાળવા માટે તમે કોઈ પણ હદે જઈ શકો છો અને એ કારણે જ એ વારંવાર તેની મનમાની કરતો રહેશે કે તમને છેતરીને તમારી પાસે સોરી કહેડાવતો રહેશે.

આથી હંમેશાં ધ્યાન રાખવું કે સોરીને કારણે ઝગડો કે તમારી વચ્ચેનું અંતર ભલે ઘટી જાય, પરંતુ એ ઝગડો શું કામ થયો અને તેના મૂળ શેમાં છે એ પણ જાણી લઈને તેમાં બંને પાર્ટનર્સે પોતપોતાનું યોગદાન આપવું જોઈએ. જેથી તમારો સંબંધ હંમેશને માટે ટકી રહે અને તમે તમારા સંબંધની મજા માણી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp