આવા અવાજવાળા પુરુષો તમારુ દિલ તોડી શકે છે, સ્ટડીમાં થયો ખુલાસો

PC: travelanddestinations.com

કહેવામાં આવે છે કે કોઈના અવાજ પરથી જે-તે માણસના વ્યક્તિત્વ અંગે જાણી શકાય છે. એવું જ કંઈક જાણવા માટે પુરુષોના અવાજ પર સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીના પરિણામો મહિલાઓને સાવધાન કરનારા છે. સામાન્ય રીતે મહિલાઓને ભારે અવાજવાળા પુરુષો પસંદ આવે છે પરંતુ આ સ્ટડીના કહેવા પ્રમાણે, ભારે અવાજવાળા પુરુષો ભરોસાને લાયક હોતા નથી, તેઓ તેમના પાર્ટનર સાથે ચિટીંગ કરી શકે છે.

આ સ્ટડી ચીનના સાઉથવેસ્ટ યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. સ્ટડી માટે ધુમ્રપાન ન કરનારા ઘણા પુરુષોને શબ્દોનું એક લિસ્ટ વાંચવા માટે આપવામાં આવ્યું હતું. પછી તેમના અવાજની ફ્રિકવન્સી અને પીચને સમજીને આ શબ્દોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના પછી સંબંધો પ્રત્યેના દ્રષ્ટિકોણને જાણવા માટે તેમનું મનોવૈજ્ઞાનિક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટડીના પરિણામોમાં જાણવા મળ્યું કે ભારે અવાજવાળા પુરુષો પોતાના પાર્ટનર પ્રત્યે ઓછા પ્રતિબદ્ધ હતા અને તેઓ તેમને ચીટ પણ કરી શકતા હતા. અસલમાં આ પુરુષોના અવાજથી તેમના સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનના સ્તર અંગે જાણવામાં આવ્યું હતું.

શોધકર્તાઓએ જાણ્યું કે કર્કશ અને મોટા અવાજવાળાઓની સરખામણીમાં ભારે અવાજવાળા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે હતું. શોધકર્તાઓનું કહેવું છે કે ટેસ્ટોસ્ટેરોનથી કોઈ પણ વ્યક્તિની વિશેષતાઓ અને તેમના વ્યવહાર અંગે જાણી શકાય છે. ભારે અવાજવાળા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે હોય છે અને એટલા માટે મહિલાઓ તેમના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે. સ્ટડીથી એ પણ જાણવા મળ્યું છે કે વધારે ટેસ્ટોસ્ટેરોનવાળા પુરુષોના બાળકો સ્વસ્થ હોય છે. પરંતુ જીનવસાથીની પસંદગી વખતે મહિલાઓ પુરુષોના અવાજ પર ધ્યાન આપવાને બદલે તેમના વ્યક્તિત્વ પર વધારે ધ્યાન આપે છે. પાર્ટનર તરીકે તેઓ એવા પુરુષને પસંદ કરે છે જે તેમને ઘરના તમામ કામમાં મદદ કરે.

ચિટીંગ કરતા પુરુષોની ઓળખ કરવા માટેના કેટલાંક નુસ્ખા જોઈ લો. જો તમારો પતિ અથવા બોયફ્રેન્ડ અચાનક તમારાથી નાની મોટી વાતો છુપાવવા લાગે, દરેક વાતમાં જૂઠ્ઠુ બોલવા લાગે તો તમારે સમજવું જોઈએ કે તે ચિટીંગ કરી રહ્યો છે. જો તમારો પાર્ટનર તમારી પર દરેક વાતમાં ગુસ્સે થઈ જાય અથવા તમારા દરેક કામમાં કમી શોધતો રહે તો તમારે વિચારવું જોઈએ કે તેઓને તમારામાં રસ નથી અથવા બીજા કોઈ સાથે સંબંધમાં છે. આ સિવાય તેમના ફ્રેન્ડ લિસ્ટમાં જરૂરત કરતા વધારે સ્ત્રી મિત્રો હોય તો તે તમારા સિવાય અન્ય છોકરીઓ સાથે સંબંધ બનાવવામાં રસ રાખે તેવું માનવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp