વનમંત્રીના હસ્તે આરોગ્ય સેનાનીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

PC: Khabarchhe.com

સુરત શહેરમાં 72મા પ્રજાસત્તાક દિન ઊજવણી સમારોહમાં વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા 04 તબીબોને રાજય સરકારનો વર્ષ 2020-21નો કાયાકલ્પ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ઓરણા પ્રા.આ.કેન્દ્રના ડૉ.શાંતકુમારી, કઠોદરાના ડો નીલમ પટેલ, લાજપોરના ડૉ.દેવાંગ પટેલ અને વેલાછાના ડૉ. વિલુપ ચૌધરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બારડોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.અમૃત પટેલ અને નવી પારડી પ્રા.આરો.કેન્દ્રના ડૉ.કૌશિક મહેતાને કેન્દ્ર સરકારનું નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ એશ્યોરન્સ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે આયુષ્માન ભારત યોજનામાં નવી સિવિલ હોસ્પિટલના ડૉ.શિતલ સાવલીયા અને કિરણ હોસ્પિટલના લાલજી રૂડકીયાને ટોપ પરફોર્મન્સ માટે તેમજ ક્વોલિટી પરફોર્મન્સ માટે કિરણ હોસ્પિટલના સમીર ગોટી, નિર્મલ હોસ્પિટલના ડૉ.નિર્મલ ચોરારીયા તેમજ ટ્રાઈસ્ટાર હોસ્પિટલનાં ડૉ.કેતન ચૌધરીને પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં.

મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કોરોના કાળમાં ઉત્કૃષ્ટ સેવા બદલ નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ડૉ.વિવેક ગર્ગ, ડૉ.ભુમિકા પટેલ, ડૉ.સુનૈના પટેલ, ડૉ.નરેશ ચૌહાણ, ડૉ.ઉલ્લાસ ભાભોર અને હેડ નર્સ અરૂણા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં દર્દીઓ અને જરૂરિયાતમંદો માટે 24 કલાક સેવા આપતી 108ની ટીમમાં સમાવિષ્ટ કેપ્ટન પ્રતિક ગામિત, ઇએમટી પ્રવિણ વાનોલ, પાઈલોટ કરણ છોટાળા, આઉટરીચ કાઉન્સીલર દક્ષા વનમાળી ચૌધરી, પેરામેડિક મુકેશજી ઠાકોર અને ફાર્માસિસ્ટ પંકજ ગડજને પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp